SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વિહારમાં જૈનધર્મ માટે ઘણી જાગૃતિ થઈ હતી અને દરેક સ્થળે ત્રણ વખત વ્યા ખ્યાન, પૂજા, પ્રભાવના, સવામીવાત્સલ્યાદિ મહોત્સવ થઈ રહ્યા હતા. છેડાડીમાં ત્રણ સ્વામીવાત્સલ્ય થયાં હતાં. અને જેતપુરથી પાછા તેડવા જના૨ જીવાભાઈએ પશુ આ પ્રસંગે ગુરૂભક્તિ અને શાસન્ન ઉન્નતિમાં સવામીવાત્સલ્યાદિ કરી સારે ભાગ લીધે હતે. તેમજ માર્ગમાં રેવન્યુ કમોશનર, વહીવટદાર વગેરે મંડળે પ્રતિબંધ માટે પ્રસંગ મેળવી આત્મહિત પ્રાપ્ત કર્યું હતું. એમાં એકંદર માવજવેથી જુનાગઢ સુધીના દરેક ગામથી શ્રાવક વર્ગ સાથે ચાલી ગીરનારજીની યાત્રા સંઘ સમુ દાય યુક્ત કરી હતી. આ પ્રસંગે માર્ગમાં રાણપુર તથા ખારચીયામાં દેરાસર તથા ઉપાશ્રય કરાવવા ગોઠવણ થઈ હતી અને ત્યાં જાહેર ભાષણ કરવામાં આવ્યાં હતાં. જ્યારે વડાળમાં અને સખપરમાં પૂજા, જાહેર ભાષણ વગેરે શાસન ઉન્નતિના કાર્ય થયાં હતાં. જુનાગઢ યાત્રા માટે રોકાયા દરમિયાન મહાવીર જયંતીનો પ્રસંગ આવતાં ચિત્ર સુદ ૧૩ના રોજ જયંતી ઉજવવામાં આવી હતી. જે પ્રસંગે મેટા મેળાવડામાં પ્રસિદ્ધવક્તાશ્રી ચરિત્રવિજયજી મહારાજે તથા તેઓશ્રીએ જયતા માટે ભાષણ કરી જયંતી તરફ લેકરૂચી ઉત્પન્ન કરી હતી. જુનાગઢથી માંગરોળ પધારતાં ત્યાં દીક્ષા મહોત્સવ તેમજ અઠ્ઠાઈમહોત્સવના પ્રસંગ પસાર થવા પામ્યા હતા. દરમિયાન ચાતુર્માસ આવતાં ગુરૂ આજ્ઞાથી સં. ૧૯૭૦ નું ચાતુર્માસ માંગરોળ કર્યું. અને ચેમાસા દરમિયાન પણ ધર્મચય તે. મજ જ્ઞાનગોષ્ટિ વિશેષ થવા સાથે એકત્ર થયેલ સગ્રહને પ્રકાશમાં લાવવા ત્યાંના સંઘનો આગ્રહ થતાં તેને આ પ્રથમ ભાગ બહાર આવવા પામ્યા. ચાતુર્માસ પછી વિહાર કરતી વખતે તીર્થયાત્રાને લાભ લેતાં સુધી સંઘ સાથે ગયે અને ત્યાં વામીવાત્સલ્યાદિ થવા સાથે તીર્થની વ્યવસ્થા માટે કેટલીક પેજના દર્શાવી. આ પ્રસંગે વેરાવળથી પણ ત્યાં શંઘ આવેલ હતું તેથી મહારાજશ્રીને ત્યાં પધારવા વિનંતી કરી અને વેરાવળ તરફ પધાર્યા. પ્રસંગે માર્ગમાં ચોરવાડ-સાદરી વગેરે સ્થળે સ્વામીવાત્સલ્ય થયાં હતાં અને વેરાવળ જવાથી ત્યાં સમવસરણ તથા અ. ઠાઈ મહેત્સવ થવા સાથે નીરાશ્રીતાશ્રયની યોજના આવા પ્રસંગે અમલમાં મુકવામાં આવી તેમજ જમણ શુદ્ધિ માટે અવસ્થા થઈ. વેરાવળ મહત્સવ ક્રિયા શરૂ હતી તેટલામાં માંગરોળ દીક્ષા મહોત્સવને બીજા પ્રસંગ ઉપસ્થીત થતાં આમંત્રણથી ત્યાં જવું પડયું અને પછી ત્યાંથી વિહાર રાજકોટ તરફ આગળ શરૂ કર્યો. જ્યારે માર્ગમાં દરેક સ્થળે જાહેર ઉપદેશ શરૂ રાખવા ઉપરાંત ભાણવડમાં અઠ્ઠાઈ મહત્સવ થયે અને હમેશના જાહેર લેકચરમાં હિંદુ મુસલમાન સે એક સરખા ઉત્સાહથી જોડાવા લાગ્યું.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy