SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુસંગતિ-અધિકાર ૨૭૬ સાધુને સંગમ સર્વથી શીતલ છે. चन्दनं शीतलं लोके, चन्दनापि चन्द्रमाः । चन्द्रचन्दनयोमध्ये, शीतलः साधुसङ्गमः ॥ १३ ॥ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદનથી ચંદ્રમા શીતળ છે અને ચંદન તથા ચંદ્ર એ બન્નેથી પુરૂષને સમાગમ શીતલ છે. ૧૩ ગુણની મહત્તા. . वंशभवो गुणवानपि, सङ्गविशेषण पूज्यते पुरुषः । न हि तुम्बीफलविकलो, वीणादण्डः प्रयाति महिमानम् ॥१४॥ સારા વંશમાં ઉત્પન્ન થયેલ ગુણવાન પુરૂષ પણ સંગને લીધે પૂજાય છે. (ખરાબ સંગ થવાથી તેમની કેઈ પણ ગણના કરતું નથી) જેમ સારા વંશ (વાંવર્ષના પુત્રનું હરણકરી પોતાના ઘરમાં સંતાડી દો. હવે રાજાને જમવાના વખત થતાં રાજાએ પુત્રને યાદ કર્યો તેથી રાજાના અનુચરો તે કુમારને શોધવા મંડ્યા તેઓને એમ પત્તો લાધ્યો કે-કુમારને દીવાન લઇ ગયા છે, તેથી તેઓ દીવાનને ત્યાં જઈ રાજપુત્રની ખબર પૂછવા લાગ્યા પણું તે વખતે જાણે પોતે ગુન્હો કર્યો હોય તેમ જણાવી પ્રભાકરભાઈ ઘરમાં પેશી ગયો ને પિતાની સ્ત્રીની પાસે રાંક સમાન થઈ બેસી રહ્યો, તેથી સ્ત્રીએ કહ્યું કે કોઈ હરકત નહિં મારા પ્રાણ જાય તે ભલે પણ હું તમારા પ્રાણ બચાવીશ એમ કહી તે સ્ત્રી, રાજા પાસે ગઈ ને કહેવા માંડી કે રાજાજી હુંજ તમારા પુત્રને મારવા વાળી છું માટે મને શિક્ષા કરે–આમ જ્યાં સ્ત્રી કહી રહી છે તેટલામાં પ્રભાકરના મિત્ર ગુણયને ખબર પડવાથી તે પિતાનું સર્વસ્વ ધન લઈ હાજર થઈ રાજાને કહેવા લાગ્યો કે મને મારી નાંખો અને આ બધું મારૂ ધન લુંટી લ્યો મેં તમારા પત્રને માર્યો છે–તે વખતે સીપાઈઓએ પકડીને એક તરફ બેસાડેલ પ્રભાકર બોલ્યો કે હે રાજાજી ! મારી સ્ત્રી તથા મારો મિત્ર ગુણાઢય મને બચાવવા ખાતર પોતાના પ્રાણ આપવા તૈયાર થયા છે પરંતુ કુંવરને મારનાર હું છું માટે મારામાટે જે શિક્ષા યોગ્ય લાગે તે ફરમાવો. તે સાંભળી રાજા વિચારમાં પડી ગયો કે-આમાં કોને શિક્ષા કરવી? છેવટ એમ નક્કી થયું કે પ્રભાકર (દીવાન )જ ગુન્હેગાર છે. ત્યારે વિચાર થયે કે ગમે તેમ હો પણ આ પ્રધાન મારા જીવનને આપનાર છે, તેથી તેને કેમ મારી શકાય ? એમ વિચાર કરી રાજા બેલ્યો કે હે પ્રધાનજી! ભલે તમે કુંવરને માર્યો હેય તે પણ તમને હું શિક્ષા કરતા નથી પરંતુ તમે મને તરસથી મારે જીવ જવાના પ્રસંગમાં ત્રણ આમળાં તમે ખવરાવ્યાં હતાં તેમાંથી એક આળાનો ઉપકાર રદ કરું છું અને હજી બે આંબળાંનો ઉપકાર જમા રાખું છું. એમ કહિ પ્રભાકરને બધનમાંથી મુક્ત કરાવ્યું. ત્યારે પ્રભાકરે કુમારને લાવી અર્પણ કર્યો અને પિતાની જન્મથી માંડી સર્વ વાર્તા રાજાને કહી, સ્નેહથી તેની સાથે આનંદ કરવા લાગ્યો એટલે સત્સંગને પ્રભાવ એટલો મહાન છે કે ત્રણ શિખામણના શબ્દ પ્રભાકરને મહાન સંકટમાંથી બચવાના સાધનરૂપ થયા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy