SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ તૃતીય ચેતનવાળાં (જંગમ પ્રાણીઓ-મનુષ્ય) ના સગેથી સારાં નરતાં ફળની પ્રાપ્તિ થાય તે વાત તે એક તરફ રહી પરંતુ જડ-સ્થાવર એવા વૃક્ષના સંગથી પણ સારૂં નરતું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અશોક (આશપાલવ)ને આશ્રય કરવાથી શેકનો નાશ થાય છે અને કલિદ્રુમ ( વિભીતક-બહેડાં) ના વૃક્ષનો આશ્રય કરવાથી કલહ (ક ) ઉત્પન્ન થાય છે. ૭ સત્સંગ સુલભ નથી, सुसङ्गस्योपदेशोऽपि, लभ्यते न यथा तथा । इत्यर्थे लोकविख्याता, प्रभाकरकथोच्यते ॥ ८॥ સહેલી રીતે ઉત્તમ સંગને ઉપદેશ (માત્ર) પણ મળી શકતા નથી એ નિર્ણય કરવા માટે સુપ્રસિદ્ધ પ્રભાકર (એક બ્રાહ્મણના પુત્ર)ની કથા કહેવાય છે. ૮ * ભરતપુર નામના નગરમાં નિત્ય સંધ્યાદિ છ કર્મ કરનાર દિવાકર નામનો બ્રાહ્મણ વસતે. હતો તેને ઘણી ખોટનો એકનો એક પુત્ર હતું જેનું નામ પ્રભાકર હતું તે પુત્ર જ્યાંથી સમજવા શીખ્યો ત્યાંથી નિરંકુશ હાથીની માફક વિચારવા લાગ્યો અને જુગાર ખેલવા વગેરેનું કામ કરવા લાગ્યો તેને પિતા અનેક પ્રકારે તેને શીખામણ આપે છે પરંતુ તે તેને માનતા નથી અને પિતાની મરજી મુજબ આહાર વ્યવહાર કરવા લાગ્યો એમ કરતાં દિવાકર બ્રાહ્મણનું મરણ પાસે આવ્યું. ત્યારે પુત્રને પાસે બોલાવીને કહ્યું કે ભાઈ ! તને મેં અનેક વખત શીખામણ આપી પરંતુ તે તે ઉપર ધ્યાન આપ્યું નહિં હવે મારો આ અવસાનને સમય છે માટે તેને ટુંકી ત્રણ શિક્ષા (શીખામણ) આપું તે શાંભળ. પ્રથમતે સત્યને જાણનાર શેઠ (સ્વામી) ની નોકરી કરવી (૧) બીજું સુન્દર સ્વભાવવાળી સ્ત્રી પરણુવી (૨) અનેત્રીજુ નિર્લોભી મનુષ્યને મિત્ર કરો (૩) પ્રભાકર પણ આ વાત સાંભળી જુગાર રમવા ચાલ્યો ગયો. ત્યાં જુગાર રમતાં સાંભળ્યું કે “તારો પિતા મરણ શરણ થયે” ત્યારે પ્રભાકરે પિતાના મિત્રને કહ્યું કે મિત્ર! તું જા અને મારા પિતાના શવને " દાહ વગેરે કર તેથી તે મિત્રે તે કર્મ બધું કર્યું અને પ્રભાકર તે વૃતના ગૃહમાં જ બેસી રહ્યો આમ તેની ઉત્તર ક્રિયા પણ તે પ્રભાકરે મિત્રદ્વાર કરાવી પછી કેટલાક સમય ગયા બાદ તેણે વિચાર કર્યો કે મારે પિતા જે મને ભલામણ કરી ગયેલ છે તેની પરીક્ષા કરવી કે સત્ય ન જાણનાર સ્વામીની નોકરીથી શું સંકટ થાય છે? તેમ કુશીલા સ્ત્રી તથા લોભી મિત્ર કરવાથી શું પરિણામ આવે છે? તેને તપાસ કરવો એમ વિચાર કરી તેણે એક “સિંહ” નામના એક ગામના ઠાકોરની નોકરી કરવાનું નક્કી કરી તે કામમાં જોડાણ અને ત્યાં તેની દાસી જે વસ્યા હતી તેનેજ પર અને ગામમાં એક “લોભાની” કરીને વાણુઓ હતો તેની સાથે મિત્રતા બાંધી હવે પ્રભાકર બ્રાહ્મણ અને સિંહ નામને ઠાકર બને જણાએ લશ્કર એકત્ર કરી યુદ્ધ કરીને પાસેના મહેટા દેશના રાજાને મારી દેશ પચાવી પાડશે. એટલે પ્રભાકરની મદદથી “સિંહ” ઠાકેર મોટા દેશને અધિપતિ થઈ ગયો તેમ પ્રભાકરને પણ રાજાએ ધન સંપત્તિ આપી. તે બધી ધન સંપત્તિ પ્રભાકર પિતાના મિવ લોભાનન્દીને ત્યાં રાખી. આ આનન્દ ચાલી રહ્યો છે તેમાં પ્રભાકરે વિચાર કર્યો કે રાજાને, મિત્રને અને સ્ત્રીને મારા ઉપર કેટલો યાર છે? તેની પરીક્ષા કરૂં એમ ધારી
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy