SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ૧૬ વ્યાખ્યાન હિય માહ. આવી રીતે બે દરકાર માણસ અવજ્ઞા કરે તેથી ખેદ કર નહી કારણ કે તેવી અવજ્ઞાથી ઉલટાં જ્ઞાનીના પાપ નાશ પામે છે અને આત્માને ઉત્કર્ષ થાય છે. વ્યવહારમાં પણ સંઘ સ્વામીવાત્સલ્ય કરનાર પોતાના ઊત્સાહને શ્રેષ્ટ કરવા માટે તે કાર્ય જે પોતાના દુશ્મનને સેપે તે તે વધારે પ્રશંસાપાત્ર થઈ પડે છે, કેમકે દુશ્મન તેના ઘરમાં નુકશાન કરવાના હેતુથી ઉઢાર થઈ પ્રમાણુ બહાર ખર્ચ કરે છે. કે જે ખર્ચ, કરનારની શોભારૂપ થઈ પડે છે. આ પ્રમાણે સાધુ જીવનમાં પણ તે અવજ્ઞા કરનાર વર્ગ સામે હોવાથી વિશેષ જાગૃતિ રહેવા સાથે આત્મહિત સાધન ઉત્કૃષ્ટ રીતે થઈ શકે છે. અને તેથી જ ખરી મેક્ષ સમૃદ્ધિ સરલ થાય છે. જગતમાં નઠારૂં એ શબ્દ ન હોય તે સારું કેવી રીતે પીછાણી શકાય? તે વિચારવા જેવી વાત છે. અને તેથી નઠારાથી જ સારાની ખરી કિમત અંકાય છે. કેમકે * પુuિતા, कमलिनि मलिनीकरोषि चेतः, किमिति बकैरवहेलितानभिज्ञैः । परिणतमकरन्दमार्मिकास्ते, जगति भवन्तु चिरायुषो मिलिन्दाः ।। છે! કમલિની તારા ગુણને નહીં જાણનારા બગલાઓ તારો અવજ્ઞા કરે છે તેથી તુ તારા અંતઃકરણને શા માટે મલિન કરે છે ? અર્થાત શામાટે મનમાં ક્ષે પામે છે? કેમકે તારા જામેલા મકરંદ (પુષ્પરસ)ના વાદને મર્મ જાણનારા ભમરાઓ આ જગતમાં દીર્ધાયુષ્ય રહે. અર્થાત તારા ગુણને જાણનારા ભમરાઓ કાયમ રહે તે પછી બે કદર બગલાઓના અપમાનની દરકાર રાખવી નકામી છે. ૨ આ બાબતમાં અભવિ માણસની જાતને દોષ દઈએ તે કરતાં તેના સ્વભાવને દેવ વિશેષ છે, કેમકે તેને આત્મા જડ હેવાથી અયોગ્ય માણસ ઊંચી જાતની વસ્તુની કદર કરી શકતા નથી. અને અજ્ઞાની માણસ જ્ઞાનીને ઓળખી શકતા નથી, કહ્યું છે કે સાધવા. कश्चिद ग्रामीण एक पथि विनिपतितं पाप मुक्ताफलं तद् हस्तेनादाय दृष्ट्वा मम किल यवकाः सन्ति यव्ये प्रभूताः । एकेनानेन किं स्यादिति मनसि विचार्याक्षिपच प्रतस्थे, नाज्ञा जानन्ति विज्ञान पणमिव हलमृज्जातु मुक्ताफलानाम् ॥३॥ જ અને નયુક્તિો થશે, યુગે જ નની નથ પુષ્યિતાપ્રા. પહેલા તથા ત્રીજા ચરણમાં ગણ, ન ગણુ, ગણું અને ચ ગણુ એમ બાર, બાર અક્ષર અને બીજા તથા ચોથા ચરણમાં ન ગણું, 1 ગણ, ઘ ગણુ, ગણુ અને તેરમો અક્ષર ગુરૂ એમ તેર, તેર અક્ષર થી આ પુષ્મિતાઝા છેદ છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy