________________
- તૃતીય
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ડાહ્યા માણસો સજ્જનમાં કયારે ગણે?
चित्ताहादि व्यसनविमुखः शोकतापापनोदि,' प्रज्ञोत्पादि श्रवणसुभगं न्यायमार्गानुयायि । तथ्यं पथ्यं व्ययगतमलं सार्थकं मुक्तबाध,
यो निर्दोष रचयति वचस्तं बुधाः सन्तमाहुः ॥२२॥ જે પુરૂષ દુઃખથી રહિત ( નિર્ભય રીતે) મનને પ્રસન્ન કરનારું, શેક અને તાપને હરનારું, બુદ્ધિને ઉત્પન્ન કરનારું, કાનને પ્રિય, ન્યાય માર્ગનું અનુસરનારું, સાચુ, પ્રિય, મલરહિત, અર્થયુક્ત, બંધન રહિત, નિર્દોષ વાક્ય ગોઠવે (બેલે) તેને સજજને જ્ઞાની કહે છે. ૨૨
વિદ્વાની વાક્યાતુરીમાં રહેલું વશીકરણ
मातृस्वामिस्वजनजनकभ्रातृभाजनाचादातुं शक्तास्तदिह न फलं सजना यद्ददन्ते । काचित्तेषां वचनरचना येन सा ध्वस्तदोषा,
यां शृण्वन्तः शमितकलुषा निति यान्ति सत्वाः ॥२३॥ - જે ફળ સજજને આપે છે, તે ફળ આપવાને માતા, પતિ (સ્વામી ) - તાના પિતા, ભાઈ, સ્ત્રી, વગેરે જેને સમર્થ નથી કે જે સત્પરૂષના પ્રસાદ ફળવડે તે મનુષ્યોની કઈ વચન રચના જ નિર્દોષ હોય છે કે જેનું શ્રવણ કરતાં જ પ્રાણીઓ નિર્વેર (ઝેર વિનાનાં) શાન બનીને નિવૃત્તિને પામે છે. ૨૩
પવિત્ર પુણ્યવાને થડા હેય છે. मुक्त्वा स्वार्थ सकृपहृदयाः कुर्वते ये परार्थ, ये निर्व्याजां विजितकलुषां तन्वते धर्मबुद्धिम् । ये निर्मळ विदधति हितं गृह्णते नापवाद,
ते पुन्नागा जगति विरलाः पुण्यवन्तो भवन्ति ॥२४॥ જેઓ સદાય હૃદયવાળા, (દયાલુએ) પિતાના સ્વાર્થને છોડી દઈને પરમાર્થનું કાર્ય કરે છે, જેઓ નિષ્કપટ (બદલાની ઈચ્છાવિના) પાપરહિત ધર્મબુદ્ધિને વિ. તારે છે, જે અભિમાન રહિતપણે હિતકાર્યો કરે છે અને અપવાદ ગ્રહણ કરતા નથી, તેવા પુણ્યશાળી પુરૂષ ગજ (ઉત્તમ પુરૂષ) દુનિયામાં થોડા જ થાય છે. ૨૪