SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ સુજન-અધિકાર. सुजन-अधिकार. આ ભૂમિ તેમજ તેમાંના સવસ્થાને સજજનોથી જ શેભે છે, કે જેઓ પરોપકારપરાયણ, ગુરૂ વાયેનું યથાર્થ પાલન કરનારા, સદાચારીઓ, દાન દેવામાં આનન્દ માનનારા, બીજા પ્રાણીઓને દુઃખી જોઈ પોતે દુઃખી થનારા, સમગ્રના હિતમાં અને અસ્પૃદયમાં ખુશી માનનારા, સમૃદ્ધિના સમયમાં વિનયથી વર્તન કરનારા, ભૂમિના ભૂષણ રૂપ, અમૃતમય વાકયથી લેકને અનુરંજન કરનારા, અડગ રીતે સત્યનું પાલન કરનારા, કેને કટું ન લાગે તેવાં ખરાં વાક્ય કહેનારા. વગેરે અનેક ઉત્તમ ગુણગણેથી ભરપૂર હોય છે, તેનું ચારિત્ર સેવનથી મનુષ્ય માત્ર મુક્તિ મે. ળવી શકે છે, જેને માટે તેઓ કેવી રીતે વર્તન કરે છે, ઈત્યાદિ અનેક કાર્યો દર્શાવવા સદષ્ટાન્ત આ અધિકાર આરંભાય છે, કે જેનું યથાર્થ મનન કરવાથી સંસારમાં સુચારિત્રથી વર્તીને પરિણામે એક્ષપદે પહોંચાય છે. કચી માતા જ પુત્રવતી ગણાય? - હિંન્દ્રવજ્ઞાં. (૧-૨) गृहे गृहे सन्ति सुता अनेके, द्रोहप्रमादव्यसनावलीढाः। सत्त्वैकवर्यं धृतधर्मधैर्य, त्वामेव पुत्रं जननी प्रसूता ॥१॥ એક સુજન પ્રત્યે કોઈ વિદ્વાનનું કહેવું છે કે ઘેર ઘેર એક બીજાને દેહ આલસ્ય અને અનેક પ્રકારનાં દુર્વ્યસનોથી યુક્ત ઘણા પુત્રો છે પણ સાત્વિક વૃત્તિવાળાઓમાં એક ઉત્તમ ધર્મ અને ધીરજતાને ધારણ કરનાર તુને જ તારી માતાએ જન્મ આપે છે, અર્થાત્ આવા પુરૂષના જન્મથી જ માતા જન્મ આપનારી (પુત્રવતી) ગણાય છે. ૧ પૃથ્વીની શોભા શું છે? ऐरावणेनैव सुरेन्द्रसेना, कल्पद्रुमेनैव सुमेरुभूमिः । श्रीकौस्तुभेनैव मुकुन्दवक्षः, पञ्चाननेनैव गुहा विभाति ॥२॥ ઐરાવણ હાથી વડે જેમ ઈદ્રની સેના શેભે છે, કલ્પવૃક્ષથી જેમ સુમેરૂ પર્વ તની ભૂમિ શેભે છે, કૈસ્તુભ મgવડે જેવી રીતે શ્રીકૃષ્ણ મહારાજનું વક્ષઃ સ્થલ (છાતી) શેભે છે અને સિંહ વડે જેમ ગુફા શેભે છે; તેમ જે પુરૂષ ઐરાવણ હાથીના જેવો દરેક કાર્યમાં મસ્ત બની ગંભીરતાથી ગમન કરતે હોય, કલ્પવૃક્ષની માફક સર્વની ઈચ્છા પૂર્ણ કરતે હાય, કેરતુભ મણીની પેઠે પિતાના તેજથી બીજાઓને આચ્છાદિ ૧૯
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy