SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હિતી હે રાજા લોકૅ કહે છે કે, દુર્જનની સાથે રહેનારાઓનો વિનાશ થઈ જાય છે. પણ એ વાત મિથ્યા છે કારણ કે, સર્પની ફણું ઉપર રહેલા મણિઓને સર્પના વિષને દોષ લાગતું નથી, તેનું શું કારણ? અથવા શું સર્ષ નિર્વિષ છે, એમ સમજવું? અથવા મણિના સહવાસથી સર્ષ પણ નિવિષ થતું નથી. ૧૬ મુમુક્ષુ પુરૂષોને મન અને શરીર ઉપર કઈ જાતનું દુઃખ લાગતું નથી. क्षितितळशयनं वा प्रान्तभैलाशनं वा, सहजपरिभवो वा नीचदुर्भाषितं वा । महति फलविशेषे नित्यमभ्युद्यतानां, न मनसि न शरीरे दुःख मुत्पादयन्ति ।१७।। જે મહા પુરૂષે મોક્ષનું મોટું ફળ મેળવવાને માટે હંમેશાં ઉદ્યમવંત થયેલા છે, તેમના મન અને શરીરને પૃથ્વી ઉપર શયન, ભિક્ષાનું જેવું તેવું ભેજન, સ્વા ભાવિક પરિભવ, અથવા નીચ કેનાં દુર્વચને દુઃખ ઉત્પન્ન કરી શક્તાં નથી. ૧૭ ઉત્તમ પુરૂષોને પ્રાણુતકાળે પણ પ્રકૃતિમાં વિકૃતિ થતી નથી. *મન્વરિતા (૧૮-૧૯ ) दग्धन्दग्धम्पुनरपि पुनः काञ्चनं कान्तवर्ण, પૂછું છુઈ પુના પુનશ્ચન્હનં વાહવા छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादितं चक्षुदण्डं, प्राणान्तेऽपि प्रकृतिविकृतिर्जायते नोत्तमानाम् ॥ १८॥ સેનાને જેમ જેમ બાળે તેમ તેમ તે વિશેષ ચળકતું થાય છે, ચંદનને જેમ જેમ ઘસવામાં આવે તેમ તેમ તે વિશેષ સુધી બને છે અને શેલડીને જેમ જેમ કાપવામાં આવે, તેમ તેમ તે વધારે સ્વાદિષ્ટ બને છે, તે ઉપરથી સમજવાનું કે, પ્રાણાંત થાય તે પણ ઉત્તમ પુરૂની પ્રકૃતિમાં વિકાર થતું નથી. ૧૮ સાધુપુરૂષને દુર્જન ગમે તેટલું દુઃખ આપે તે પણ તે પિતાને - સ્વભાવ છોડતું નથી. अस्यत्युच्चैः शकलितवपुश्चन्दनो नात्मगन्धं, नेक्षुर्यन्त्रैरपि मधुरतां पीड्यमानो जहाति । यद्वत्स्वर्णन्न चलति हितं छिन्नघृष्टोपतप्तं, तद्वत्साधुः कुजननिहतोऽप्यन्यथात्वं न याति ॥१५॥ મામાના વૃત્તનું લક્ષણ. “માતા વષિષટૌ નતૌ તાદ વિ.” જેમાં મગણુ, મગણ, નગણ, તગણ અને તગણ પછી બે ગુરૂ અક્ષર આવે અને જેનો ઉચ્ચાર કરતાં ચાર, છ અને સાત અક્ષરે વિરામ આવે તે મન્દ્રાન્ના'છંદ કહેવાય છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy