SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ www www વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ હિતી બ્રહ્મચર્ય ધરનારા વિષયવિનાશી ગુરૂ પરમપૂજ્ય છે. त्रिधा स्त्रियः स्वसृजननीसुतासमा विलोक्य ते कथनविलोकनादितः। पराङ्मुखाः शमितकषायशत्रवो, यजामि तान् विषयविनाशिनो गुरून् ॥ ८॥ જેઓ મન, વચન અને કાયાવડે સર્વ સ્ત્રીઓને હેન, માતા અને પુત્રી જેવી જઈને તેઓની સાથે (રાગથી) ભાષણ તથા જેવા વગેરે થી વિમુખ રહે છે; તેમજ જેઓએ કષાયરૂપી શત્રુઓને નાશ કર્યો છે, એવા-વિષયાને નાશ કરનારા ગુરૂએને હું પૂછું ૮ અપરિગ્રહ વ્રતધારી ગુરૂ સંસારને છેદનારા થાય છે. परिग्रह...द्विविधं त्रिधापि ये, नगृह्णते तनुममताविवर्जिताः। विनिर्मलस्थिरशिवसौख्यकाङ्किणो, भवन्तु ते मम गुरवो भवच्छिदः॥ए॥ જેઓ મન, વચન અને કાયાથી બે પ્રકારના (બ હ્ય તથા આત્યંતર) પરિઝહને ત્યાગ કરનારા છે, જે શરીરની મમતાથી રહિત છે અને જેઓ વિશેષ નિર્મ. ળ તથા સ્થિર એવા મેક્ષ સુખની ઈચ્છાવાળા છે, તેવા ગુરૂઓ મારા સંસારને ઊચ્છેદ કરનારા થાઓ ૯ ઇર્યાપથિકીથી વિચરનારા ગુરૂઓ ભવ્ય પ્રાણીઓને સુખદાયક છે. विजन्तुके दिनकररश्मिभासिते, व्रजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां, दयालवो ददति सुखानि तेऽङ्गिनाम् ॥१०॥ જેઓ દિવસે સૂર્યના કિરણોથી પ્રકાશિત અને જંતુ રહિત એવા માર્ગમાં પિતાના રૂરી કાર્યથી ઇપથિકિ વડે ચારે તરફ ધુંસરા જેટલી પૃથ્વી જઈને ચાલે છે અને જેઓ સર્વ પ્રાણુઓની ઉપર દયા કરનારા છે, તે ગુરૂઓ પ્રાણીઓને સુખ આપે છે. ૧૦ : આ સંસારરૂપી શત્રુથી પીડાએલાં પ્રાણીઓને વચન - સમિતિ ધરનારા ગુરૂએ જ શરણરૂપ છે. दयालवो मधुरमपैशुनं वचः, श्रुतोदितं स्वपरहितावह मितम् । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं, भवारितः शरणमितोऽस्मि तान् गुरून् ॥११॥ દયાળુ એવા જે ગુરૂઓ મધુર, પિશુનતા રહિત, શાસ્ત્રમાં કહેવું હોય તેવું, પિતાને અને પરને હિતકારી અને ગૃહસ્થ જન બેલે તેવું નહીં તથા મિત એટલે જોઈએ તેટલું જ વચન બોલે છે, તેવા ગુરૂઓના શરણે હું આ સંસારરૂપી શત્રુથી ભય પામીને ગયે છું. ૧૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy