SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ સુસાધુ (કૂત) વધવાર, ઉત્તમ સાધુ જ્યારે સ્થિરતાને પ્રાપ્ત કરે છે, તે પછી તેને પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે. સાધુ જીવનની ઉચ્ચતા તૃપ્તિમાં જ રહેલી છે. એ તૃણિ સ્વગુણેમાં રમણ કરવાથી પ્રાપ્ત થાય છે. જ્યારે આ જગના પદગલિક પદાર્થોની વિષયવાસનાઓની તદન નિવૃત્તિ થાય છે ત્યારેજ પરમ તૃપ્તિ પ્રગટે છે, એ તૃતિના પ્રભાવથી આત્મવીર્યને ઉલ્લાસ ઉત્પન્ન થાય છે, પછી તેવા સ્વયં તૃપ્ત મહાત્માને પરતૃપ્તિને સમારેપ ઘટતું નથી. તેના તૃપ્ત હૃદયમાંથી મનઃકપિત બ્રાંતિઓ દૂર થઈ જાય છે, એ તૃપ્તિને મહાન ગુણ આ અધિકારથી કહેવામાં આવે છે. મુનિ શે ઉપભેગા કરી પરમ તૃમિ પામે છે. अनुष्टुप्. पीत्वा झानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । . साम्यताम्बूलमास्वाध, तृप्तिं याति परां मुनिः ॥१॥ શબ્દાર્થ-જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપી સુર લતાના (કલ્પલતાના ) ફલનું ભજન કરીને અને સામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃમિને પામે છે. વિવેચન-વ્યવહારમાં ભેજનાદિ પણ ક્રિયા છે અને તે ભેજનાદિ ક્રિયાથી કેટલાએક તૃમિ માને છે. પરંતુ તે આત્યંતિકી તૃપ્તિ નથી, તેથી જ્ઞાનક્રિયાથી થયેલી તૃપ્તિ આત્યંતિકી છે, એમ બતાવતા કહે છે કે, મુનિ એટલે જ્ઞાનક્રિયાવાળા યેગી સ્વ પર સ્વરૂપને અનુભાસ કરનાર બધજ્ઞાન તે રૂપી અમૃતનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન રૂપ ધારાએ પાન કરીને, મનને અભિમત ક્રિયારૂપી કલ્પલતાના ફલનું સ્વાભાવિક આનંદરૂપ ફેલનું-ભૂજન કરીને, ધીમે ધીમે ચાવી, સુબુદ્ધિરૂપી જિહાએ વાદ લઇને, અને સર્વત્ર તુલ્ય દષ્ટિરૂપી તાંબૂલનું-આત્માને વિષે રતિરૂપ સુગંધી વિભુષાકારી નાગવલ્લીના પાનનું આહવાન કરીને, સામ્ય તરંગિત થઈને, તજન્ય લીલા અનુભવીને સર્વોત્કૃષ્ટ તૃપ્તિને-સર્વ ઈચ્છાની નિવૃત્તિને પામે છે. :
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy