________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
રિતીય
જેમની પાસે શુદ્ધ વિવેક રૂપી વજનું ફળું ફર્યા કરે છે અને જેમણે કામદેવની લીલાને શમાવી દીધી છે, એવા માહાત્માઓની ઉપર રાતા અને વિશાળ લોચન વાળી ઉન્મત્ત વનિતાઓ હંમેશા તિરસ્કાર કરીને પિતાના કટાક્ષરૂપી તીફણ બાણેને સમૂહ ફેંક્યા કરે, તે પણ તેમને તે શું કરી શકવાને હતે.? ૭૧ કેવા મહાત્માઓએ આ પૃથ્વીને પવિત્ર કરી છે?
कारुण्येन इता वधव्यसनिता सत्येन दुर्वाच्यता, सन्तोषेण परार्थचौर्यपटुता शीलेन रागान्धता । नैग्रन्थ्येन परिग्रहग्रहिलता यैयौवनेऽपि स्फुटं,
पृथ्वीयं सकलापि तैः सुकृतिभिर्मन्ये पवित्रीकृता ।। ७२ ॥ જેઓએ યૌવન વયમાં પણ કરૂણાથી હિંસાના વ્યસનને, સત્યથી દુર્વચન પણાને, સંતોષથી પારકાદ્રવ્યની ચેરીની ચતુરતાને, શીળથી રાગાંધ પણ અને નિગ્રંથપણુથી પરિગ્રહની ઘેલશાને નાશ કરેલ છે, તેવા સુકૃતિ પુરૂએ જ આ બધી પૃથ્વી પવિત્ર કરેલી છે, એમ હું માનું છું. ૭૨
કેવા પુરૂષોને ધન્ય છે? यत्राब्जोऽपि विचित्रमञ्जरिभरव्याजेन रोमाञ्चितो, दोलारूढविलासिनीविलसितं चैत्रे विलोक्याद्भुतम् । सिद्धान्तोपनिषनिषण्णमनसां येषां मनः सर्वथा,
तस्मिन्मन्मथबाधया न मथितं धन्यास्त एव ध्रुवम् ॥ ७३ ॥ જે ચેત્ર (વસંત) માં હીંડોળા ઉપર ચડેલી સ્ત્રીના અદ્દભુત વિલાસને જોઈ ને જડએવું વૃક્ષ પણ વિચિત્ર મંજરીના સમૂહના મિષથી રોમાંચિત થઈ જાય છે, તે વસંતરૂતમાં પણ સિદ્ધાંતના જ્ઞાનને વિષે આરૂઢ થયેલું જેમનું હદય સર્વથા કામદેવની બાધાથી વ્યાકુલ થયેલું નથી, તેજ મહાત્માઓને ધન્ય છે? ૭૩
કેવા ધન્ય મહાત્માઓ સુખે રાત્રિ પ્રસાર કરે છે? स्वाध्यायोत्तमगीतिसङ्गतिजुषः सन्तोषपुष्पांञ्चिताः, सम्यग्ज्ञानविलासमण्डपगताः सध्यानशय्यां श्रिताः । तत्त्वार्थप्रतिबोधदीपकलिकाः क्ष्यान्त्यङ्गनासङ्गिनो,
निर्वाणकमुखाभिलाषिमनसो धन्या नयन्ते निशाम् ॥७४॥ ૪ ૭૧ થી ૭૫ માબામાળા ગુચ્છક સાતમો .