________________
'
પૂર્વ કર્મનું વર્તમાન સંઘન.
उपजाति.
विधर्विधाता नियतिः स्वभावः कालो ग्रहाश्वेश्वरकर्मदेवाः ।
भाग्यानि पुण्यं नियमः कृतान्तः पर्यायनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) , સ્વભાવ (પ્રકૃતિ), કાલ (સમય ) ૫, રહે (સૂર્યાદિ નવ ગ્રહો) ૬, ઇશ્વર (પરમેશ્વર) , કર્મ (પ્રારબ્ધ ) ૮, દૈવ (કર્મ પ્રેરક શક્તિ ) , ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુભ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફલાભુખ દેવ) ૧૩. એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં ધ નામો છે.