________________
“મનની ટેંક”
આગમ છે આત્માની આધ્યાત્મિક મશાલ, જેમાં જ્ઞાન ભર્યું છે વિમલ અને વિશાલ, જીવનને બનાવે છે તે તત્વજ્ઞાનથી રસાલ,
નિરંજન બનવાની ખોલી દે છે નિશાળ. આજે સમસ્ત વિશ્વ, અનિશ્ચય, ક્ષણ જિજીવિષા અને વિઘટિત જીવન મૂલ્યોની છાયામાં શ્વાસ લઈ રહ્યું છે. આધ્યાત્મિક અને ભૌતિક જીવન મૂલ્યોનાં સંતુલનને પ્રાયઃ નકારી ચૂક્યો છે. આસ્તિકતાના મૂલ્ય પોતાની મહત્તા ખોઈ નાંખી છે. એવી સ્થિતિમાં માત્ર આપણા આગમગ્રંથો જ આપણો ઉદ્ધાર કરી શકે છે.
પ્રશ્નો એ તો આગમનો કિંમતી ભંડાર છે. “આગમ જ્ઞાન ગંગોત્રી છે. આગમ અર્ક, આગમ અમૃત આગમ ઓજસ એ તત્વજ્ઞાનના પુસ્તકોમાં આગમની પ્રશ્નોત્તરી રૂપે, આગમનું રસાયણ ભર્યું છે. “દંડક એક અધ્યયન” ૨૪ દંડક પર Ph.D નું થીસિસ તૈયાર કરતાં કરતાં ૨૪ દંડક અંગેની પ્રશ્નોત્તરી તૈયાર કરવાની આંતરિક પ્રેરણા ઉદ્ભવી જૈન ધર્મદર્શનના મર્મજ્ઞ, મૂર્ધન્ય મનીષી, ભારતીય સંસ્કૃતિના પુરોધા, જ્ઞાન અને ત્યાગમૂર્તિ, એલ.ડી.