SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૨૪૮. આરો પૂરો થાય પણ આયુષ્ય પૂરું ન થાય, કોનું તેના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. પૃથ્વીકાયનું (પાચમા-છઠ્ઠા) આરા કરતાં તેનું લાંબુ આયુષ્ય હોય છે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૪૯. પાતાળ કળશમાં રહેલ એકેન્દ્રિયનાં મૂળ ભેદ કેટલા? જવાબ. પાતાળ કળશ પૃથ્વીકાય છે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૦. “ઠાર”ની જે કાય છે તેનાં મૂળ ભેદ કેટલા? જવાબ. અપકાય છે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૧. જેના કુળ, જીવાજોની અને આયુષ્ય એ ત્રણેમાં ૭નો અંક છે તે કઈ કાય અને તેના મૂળ ભેદ કેટલા ? જવાબ. તે અપકાયના છે. તેના મૂળભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૨. એક પ્રકારના આહારનો સમાવેશ છે તે કાયના મૂળભેદ કેટલા? જવાબ. “પાણ” એટલે અપકાય. અને તેનાં મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૩. સર્વભક્ષીની ઉપમા જે કાયને આપી છે તેના મૂળ ભેદ કેટલા? જવાબ. અગ્નિકાયને એ ઉપમા આપી છે. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૪. ગજસુકુમારને ઉપકારક બનનાર કાયના મૂળ ભેદ કેટલા ? જવાબ. અગ્નિ. અર્થાત્ તેઉકાય. તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૫. આરાના પરિવર્તન સમયે જે કાય નિમિત્ત બને છે તેના મૂળ ભેદ કેટલા ? જવાબ. વાઉકાય – સંવર્તક વાયરો - તેના મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૨૫૬. જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તના આયુષ્યની કાયના મૂળ ભેદ કેટલા ? જવાબ. સાધારણ વનસ્પતિ કાય છે. તેના મૂળ ભેદ ૭00 છે. પ્ર. ૨૫૭ શંકના જન્મસ્થળની કાયના મૂળ ભેદ કેટલા? જવાબ. અપકાય. તેના મૂળ ભેદ ૩૫૦ છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy