________________
C
‘શ્રદ્ધા ભાવે સમર્પણ”
વાત્સલ્યભીનું જેનું વદન, કરૂણાભીના જેમના નયન સંયમ સુવાસિત જીવન,
હિતશિક્ષાના વિમલ વારિથી ખીલવ્યા,
મન જીવનમાં સંયમ સુમન આકાશ સમ વિરાટ વ્યક્તિત્વના ધારક સમંદર સમ ગંભીરતાદિ ગુણોના ગ્રાહક અગણિત ગુણ રત્નોના રત્નાકર પારદર્શક પવિત્રતાના પ્રભાકર
જિનશાસનના અનુશાસ્તા,
ગૌરવવંતા આઠકોટી મોટી પક્ષ સંપ્રદાયનાં, અનસ્ત સિતારા,
મમ જીવનના અનંત ઉપકારી,
પ.પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી ! આપની અદશ્ય કૃપા મારા જીવનનું કવચ બની રહે
તથા
જેમનું વાત્સલ્યથી છલકતું હૈયું સુખદ અનુભૂતિ કરાવે છે, જેમનું ગુણકીર્તન જિહ્વાને પરમમાધુર્યનું આસ્વાદન કરાવે છે જેમનું પુણ્યાઈથી ભરપુરજીવન, અનેક આત્માઓને ધર્મી બનાવે છે જેમનું અનુપમ આત્મસૌંદર્ય, નયનોને પાવન બનાવે છે;
એવા મમ શ્રદ્ધામૂર્તિ, યશોનામી પ્રવર્તિની પ.પૂ. ગુરૂણીમૈયા મણીબાઈ