________________
- શ્રુતસ્તંભ :
જશકરણભાઈ ભવાનભાઈ મેદાણી
ધર્મીબેન જશકરણભાઈ મેદાણી
ઘાનેરાવાળા
પ્રેમાળ પિતાશ્રી તથા મમતાળુ માતુશ્રી,
અમારામાં આપે ધર્મરૂપી બીજ વાવ્યું અને સંસ્કારરૂપી જળનું સિંચન કર્યું જેના ફળ સ્વરૂપે આજે અમારા મેદાણી કુટુંબમાં સદગુણોની સૌરભ ફેલાઈ રહી છે. સાધુ સાધ્વીઓની સેવા તથા ધર્મના મહત્વના અને સમાજ સેવાના જૈનશાસનના કાર્યો કરવાની તેમજ દાનનો શ્રોત વહાવવાની પ્રેરણા એ આપશ્રીના આપેલા સંસ્કારોનો જ પ્રતાપ છે તે બદલ અમે બધા કુટુંબીજનો આપના ઋણી છીએ.
કચ્છ-માનવમંદિરમાં, તપસ્વી રત્ન, પ. પૂ. દિનેશમુનિ મ. સા.ની પ્રેરણાથી શ્રેષ્ઠ કાર્ય કરવાની ભાવના આપના આશિર્વાદથી જ જાગૃત થઈ છે. પાલનપુરમાં "મેદાણી આઈ હોસ્પીટલ" નુંનિર્માણ આપના આશીર્વાદ થીજ શક્ય બન્યું છે.
અમારા જીવનમાં સિંચ્યા છે સંસ્કાર, તમે અમારી નાડીના છો ધબકાર, ગળથૂથીમાં આપ્યો છે અમને નવકાર, માતાપિતા ! આપના નહીં ભૂલીએ ઉપકાર.
પ. પૂ. ડૉ. નીતાબાઈ સ્વામીના થીસીસના પુસ્તક માટે દાન દેવાના ભાવ જાગ્યા તે આપની અર્દશ્યકૃપાનું જ ફળ છે.
લી. સુપુત્રો ઃ કાન્તીભાઇ - મંગુબેન, પૌત્ર : શૈલેષ, પ્રપૌત્ર ઃ લવ-કુશ મનસુખભાઈ, અ. સૌ. મંજુલાબેન
પૌત્રો : અતુલભાઇ - અ. સૌ. પ્રીતિબેન, શ્રુતી, પલક આશિતભાઇ, અ. સૌ. દીપાબેન, શ્રેયા - રીચા દિલીપભાઇ - અ. સૌ. અલ્પાબેન, વીધી - હર્ષ પૌત્રી ઃ ખુશાલીબેન - રાજેશકુમાર મેહતા. નીધી ધાનેરાવાળા-હાલ - અમદાવાદ.