________________
પાપ
મહાનુભાવે ! રાજા છત્રકુમાર તથા યુવરાજ ભાણકુંવર બંને દયાળુ-દાની છે, નીતિ ન્યાયના જાણુ છે, ધર્મ કાર્યોમાં અગ્રેસર છે, સંસારમાં રહ્યા હૈવા છતા કષાયે મહાદુઃખદાયી છે એમ સમજેલા છે, ઔષધ ખાવાની જેમ ભેગાવલી કર્મો ભોગવી રહ્યા છે. આ રીતે પુન્ય દિવસે પસાર કરતા બંને રાણીઓને એકએક પુત્રની પ્રાપ્તિ થાય છે, પદ્મકુંવર અને ભાનું કવર નામ રાખ્યા છે, તે બંને પુત્ર પણ નાની ઉંમરવાળા બાલક જેવા. જાણે આંગણામાં દેવ રમતા હોય ! એવા જેવાય છે, જેનારાઓ પણ બહુ ખુશ ખુશ થઈ ધન્ય માનવા લાગ્યા, માતાપિતાનાજ સરકાર મેળવી ક્રમે કરી ભણીગણી હુશીયાર થયા, સુઘરીના બચ્ચાં માળે બાંધતા જેમ શીખી જાય છે, તેમ આ પણ બને અભ્યાસમાં આગળ વધી અને યૌવનવયને પણ પામ્યા, ત્યારે બંનેને પરણાવ્યા, રાજ્ય કારભાર સંભાળી શકે તેવી યોગ્યતાવાળા થયા, હવે છત્ર-ભાણકુંવરના પુન્યવેગે પિતાના પિતા ગુરૂ સમુદાય સાથે ઉધાનમાં પધાર્યા છે, એવા ખબર મળતાં ભાવતુ. હતુને વૈધે કહ્યાની જેમ આનંદ થયે, વધામણી આપનારને ન્યાલ થઈ જાય તેટલું દાન આપ્યું.
ખૂબ ખૂબ હુલ્લાસપૂર્વક અપૂર્વ સામૈયું કર્યું, શ્રી આદિનાથ પ્રભુજીના દર્શન કરી ઉપાશ્રયે પધાર્યા, પૂજ્ય ગુરૂવર્યો દેશના આપતાં જણાવ્યું કે હે મહાનુભાવે ! તમે દુનિયાના પૌદ્ધ ગલિક રંગરાગમાં મુંઝાઈ ન રહે, કારણ કે એ મેઘધનુષ્યના