________________
૨૦૮ ક્રિયાઓને લઈને સ્થિતિ એછી વત્તી થાય છે તેમ રસ પણ પાછળથી તેવા અધ્યવસાયો અને તેવી ક્રિયાઓથી રસબંધ ઓછો વધતો થાય છે. અને તેજ પ્રમાણે ફળ આપે છે. આવી રીતે પ્રદેશબંધ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ અને રસબંધ, એ ચારનું થવું તે બંધ કહેવાય છે અને તે એક જ સમયમાં બની જાય છે. | કઈ વખત રસબંધ નથી થતો. (કારણકે તેવા પ્રકારનું અધ્યવસાય સ્થાનક ન હોય. તો રસબંધ ન થાય, માત્ર ત્રણ પ્રકારના જ બંધ થાય. ત્યારે તેનું નામ પ્રદેશબંધ કહેવાય છે.
જ્યાં સુધી ક્રિયા ત્યાં સુધી પ્રદેશબંધ, જેવી ક્રિયા તે પ્રકૃતિબંધ. જે કષાય તે સ્થિતિબંધ, અને જેવી લેશ્યા તે રસ બંધ, રાગદ્વેષની તીવ્રતા હોય તો શુભ કર્મને મંદ રસ અને અશુભ કર્મને તીવ્ર રસ બંધાય, અને રાગદ્વેષની મંદતા હોય તો શુભ કર્મને તીવ્ર રસ (૪ઠાણીઓ વગેરે) બંધાય, અને અશુભકર્મને મંદ રસ (૨ ઠાણીઓ વગેરે) બંધાય. કર્મના ઉદય વખતે આ રસ તીવ્રપણે કે મંદપણે ભગવાય છે.
દરેક કર્મને રવભાવ તેની રિથતિ તેને રસ અને તેના પ્રદેશ. એમ ચાર પ્રકારે કર્મબંધ થાય છે.
એક લાડુંનું દૃષ્ટાંત આ સંબંધમાં ઉપયોગી થઈ પડે છે. જેમકે લાડુમાં લેટ અને ધી, ગોળ આદિ રસની જરૂર પડે છે. તેમ તેમાં સુંઠ વિગેરે પદાર્થ નાંખવાથી વાયુહરણ કે પિત્તહરણ આદિ ગુણ કે સ્વભાવ પણ હોય છે કે આ લાડુ સહીને કે પંદર