________________
૧૪૮
છે. ૧. ભૂખ કેક્રોધી મનુષ્યના વિધથી રક્ષણ થાય. ૨.નિંદા રૂપી દેષથી બચી જવાય. ૩. જાપ શુદ્ધિને લાભ થાય. ૪. શુદ્ધ કાઉસગ કરવાને અવકાશ મળે. ૫. વાયુ કાયના જીવને બચાવ થાય. ૬. સ્વાર્થસિદ્ધિની પ્રાપ્તિ થાય. ૭. દેવગુરૂધર્મની આશાતનાથી રક્ષણ થાય. ૮. વચનથી થતા કર્મબંધનને અટકાવ થાય. ૮. જ્ઞાનની આશાતનાથી રક્ષણ થાય. - રંક બનેલે રાજકુંવર હવે ભાણીયે ટેળામાં ભળી ગયે છે. પણ હૃદયમાં તો એકજ ધ્યેય છે કે મને મારા પિતા કયારે મલે ? મને મારા હક ક્યારે મળે ? ભીખારી વેશમાં પણ આજ દયેય છે. આવું જ ય આપણું પણ મોક્ષ પ્રત્યેનું હોવું જોઇએ. મોક્ષપદ મેળવવા માટે તપ એ મહાન સાધન છે. ઈચ્છા નિધની સાથે શાંતિ (ક્ષમા) સમતાને પરિણામ એ ખરેખર તપનું સ્વરૂપ છે. એવા તપનો આદર કરવાથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સુખદુઃખના પ્રસંગમાં જેઓ સમભાવે રહ્યા તેઓના ગુણે લલિત મુનિ ગાય છે.
-
ઢાળ નવમી (રાગ–પ્રભુ પાસનું મુખડું જોવા,) બીજા રાગથી પણ ગાઈ શકાય છે. જાઓ કર્મતગતિ કેવી,સુણોતે છે સાંભળવા જેવી; જચેતનની છે બાજી, ચેતનને મમતા ઝાઝી, મૂકે મમતામેહવિકાર, નિજકર્મના રોગનિવાર .૧