________________
નિત્ય નવીનવી ધર્મગોષ્ઠીઓમાં પણ જ્ઞાન-ક્રિયા બંનેની જરૂર છે, તે સંબંધી લખાણ પણ શ્રી સિદ્ધચક્ર માસિક અંકમાંથી લઈને ધર્મ ગોષ્ઠીથી પણ જીવો ધર્મનું જ્ઞાન ધર્મનું જાણપણું મેળવી શકે છે તે જણાવ્યું છે. બંને વહુરાણુઓ પદ્મા–ભદ્રા બંને બીજી સખીઓની સાથે શ્રી સમવસરણને મહિમા ગાતા ગાતા દાંડીયારાસ સાથે રાસ દોરીનું ગુંથણ કરે છે અને છૂટી પણ કરે છે.
તે બધી ધાર્મિક પ્રવૃત્તિઓમાં ધર્મ હેતુ સમાયેલ છે તે પણ જાણવા જેવું જ છે. સંસારમાં રહ્યા છતાં ઉત્તમ જીવોનું ધ્યેય સંસારથી છૂટવાનું હોય છે. નિમિત્ત મળતા આત્મકલ્યાણ સાધીલે. છે. તેમ રાજા ફતેહસિંહ બંને કુંવરને પરણાવીને બીજા જ રસ્તેથી આવતાં સુંદર વન આવ્યું તે રમણીય સ્થાનમાં મોટું જિનતીર્થ હતું. ત્યાં દર્શન પૂજન કર્યા બાદ પુન્યને તત્ર પૂ. મુનિરાજોનું પધારવું થયું. પૂ. મુનિરાજની અમોઘ દેશના સાંભળતાં જ ત્યાંજ રાજા ફતેહસિંહ બહુજનોની સાથે દીક્ષા લીએ છે. પૂ. પિતા રાજપી વિગેરેને વંદન કરી રાજા છત્રકુંવર તથા યુવરાજ શ્રી ભાણકુંવર રાજ્યનું રક્ષણ કરતા અમૂક વર્ષો બાદ પોતાના પિતા ગુરૂમહારાજ પધારતાં અજોડ સામૈયું કર્યું. દેશના સાંભળતાં છત્રકુંવરની માતુશ્રી રાજમાતા ફુલકુંવરબા,તથા છત્રકુંવર-ભાણકુંવર તેમજ પદ્મા-ભદ્રા તથા પ્રધાનજી પંડિતજી અનેક જનોને વૈરાગ્ય થતા પદ્મકુંવરને રાજ્ય આપી ભાનુકુમારને યુવરાજ પદ આપી સંયમ ગ્રહણ કરી આત્મકલ્યાણ કર્યું, તેમ આ રાસને વાંચી સાંભળી સાર ગ્રહણ કરી સહુ કોઈ આત્મકલ્યાણ કરે, વિશેષમાં રાસ રચવાનું નિમિત્ત કર્તાએ જણાવેલ છે, તે વાંચી જેવું.
પૂ. પાદુ પંન્યાસજી શ્રી મંગલવિજયજી મહારાજનો ચરણ કિંકર પ. રામવિજય. ઠે. લવારની પળ ઉપાશ્રય, અમદાવાદ,