________________
છે નમ:
દેહરો. ભવ ભ્રમણકો ટાલવા, પંથ શોધે સબ કેય, (પણ) હે પ્રભુ તેરાપંથકો, સમજ્યા વીન શું હોય. | વાંચકજનને આ ઉપરને દેહરે વાંચીને સાધારણ રીતે જીજ્ઞાસા અથવા વિચાર થાય કે તેરાપંથ” કે જેને ખાસ સમજવાની બાબત આ દેહરામાં લખવામાં આવી. છે, તે શું છે?
તેરાપંથ એટલે શું તે ખાસ સમજવાની મૂળ અગત્યતા હોવાથી અત્રે તેને ખુલાસે નીચે મુજબ આપવામાં આવે છે
પાંચ મહાવ્રત. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આ તેર બેલ શ્રી પ્રભુજીએ પ્રરૂપ્યા છે તે બધા પરિપૂર્ણ રીતે પાળે અથવા તેનું મનન કરે તે જ તેરાપંથ. એ તેરાપંથ શબ્દ હિંદુસ્તાની ભાષાને છે કે જેને ગુજરાતી ભાષામાં તેરા એટલે તમારા કહેવાય છે એટલે હે પ્રભુ! આ પંથ તમારો છે મારું કાંઈ નથી. આપની આજ્ઞામાં ચાલે તે આપને પંથ એટલે તે તેરાપંથ. આ શબ્દ નિષ્પક્ષપાતીઓને માટે વિશ્વ પ્રેમી છે. પ્રભુના નામને પંથ આના ઉપર કોઈનું મારાપણું કે વડાપણું નથી. વિશ્વવ્યાપી દ્રષ્ટિથી જોતાં તેરાપંથ એટલે તમારો પંથ એ નામ જે આપવામાં આવેલ છે તે એગ્ય અને બંધ એસ્ત હોવાથી દરેક પ્રકારે વ્યાજબી ગણાય.