________________
૨૦ મા શતકમાં પ્રભુએ ફરમાવ્યું છે કે એકવીશ હજાર વરસ સુધી માહરૂં તીથ ચાલશે. વળી ઉતરધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે હે ગૌતમ! પાંચમા આરાના આત્માથી ભવ્ય જ હશે તે એમ કહેશે તે આ જીન મારગ ઘણા તીર્થકર દેવેને પ્રરૂપેલ છે માટે આપણે આ રસ્તે ચઢી અપ્રમાદપણે વિચરો એમ નક્કી કરી ઘણા જીવો શુદ્ધ આચાર પાળી આત્મ કલ્યાણ કરશે. હવે આ ઉપર આપેલા દાખલા ઉપરથી ખુલ્લી રીતે સિદ્ધ થાય છે કે પાંચમા આરાના છેડા સુધી આત્માથી જી થશે અને શુદ્ધ સાધુપણું પાળશે. તે પછી એમ કેમ કહેવાય કે જમાનાને લીધે સંપૂર્ણ રીતનું સાધુપણું ન જ પળે. વાંચક! જમાને તે અનાદિકાનથી બદલાતું રહે છે પણ તેને લીધે સાધુપણું પાળવામાં પ્રભુએ કાંઈ છુટ જુદી આપી નથી એટલે કે કાળઆશ્રી મર્યાદા બાંધેલ નથી. વિચારીને જોવામાં આવે તે શાસ્ત્રકારે ઊલટી સખ્ત મર્યાદા બાંધી છે. જેમકે ચોથા આરામાં ૨૨ (બાવીસ) તીર્થકરના સાધુઓને ૪ (ચાર) મહાવ્રત પાળવાનાં હતાં (સ્ત્રી ત્યાગ અને પરિગ્રહના ત્યાગને એક જ મહાવ્રતમાં ગણવામાં આવેલ) તેને બદલે મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત પાળવાનું ફરમાન કર્યું વળી બાવીશ તીર્થકરના સાધુને પંચવણાં વસ્ત્ર ખવતાં હતાં તેને બદલે વીર પ્રભુએ એક શ્વેતવર્ણનાં જ વસ વાપરવાની સાધુને