________________
ઉત્તમ ધર્મથી વિમુખ રહે છે તે છે પિતાના માનવ જીવનને દુરુપયેાગ કરે છે. મહાત્મા પુરુષો પિકાર કરીને કહે છે કે હે ભવ્ય જીવ! તું પ્રમાદ અને મોહવશ થઈ ધમને અનાદર કરીશ નહીં. જે અનાદર કરીશ તે આ સંસારને કેફ તને ઉન્માર્ગે ચડાવી દેશે, જેથી ભવ સમુદ્રને તારનાર જૈન ધર્મને તું ભૂલી જઈશ અને ઊલટી તારા હૃદયમાં સંસારસુખની વાસનાઓ વધારે પ્રબળ થઈ આવશે.
જ્યાં સુધી આ જીવ ધર્મ તરફ આદર કરતા નથી ત્યાં સુધી તેને સુખની પ્રાપ્તિ થવાની નથી. બીજ વાવ્યા વિના કદાપિ ધાન્યની ઉત્પત્તિ ન થાય. આ જગતમાં રાજાપણું, ચક્રવતિપણું, ઇંદ્રપણું અને છેવટ તીર્થંકરપણું ધર્મના પ્રભાવથી જ પ્રાપ્ત થઈ શકે છે. ધર્મ આગળ કઈ પણ પદાર્થ દુર્લભ નથી. આવા ઉત્તમ પ્રકારના ધર્મને આરાધન કરવા. હે આત્મા, જલદી તૈયાર થજે. ઉપર બતાવેલ બાર ભાવનાને હૃદયમાં સ્થાન આપવાવાળો જીવ કેઈ દિવસ દુઃખી થતું નથી. તેમજ વળી મૈત્રાદિક ચાર ભાવના પણ ખાસ કરીને લક્ષમાં લેવાલાયક છે.
મૈત્ર્યાદિક ચાર ભાવનાનું સ્વરૂપ परहितचिंता मैत्री, परदुःख विनाशिनी तथा करुणा। परसुखतुष्टिर्मुदिता . परदोषोपेक्षणमुपेक्षा ।
અર્થ–બીજા પ્રાણીઓનું હિત ચિતવવું તે મૈત્રી ભાવના, પારકાના દુખેને નાશ કરવાની ઈચ્છા અથવા ચિંતા તે કરુણાભાવના, બીજાઓનું સુખ જોઈ આનંદ