________________
(૬૭) હજી આત્માને નહિ સમજાવે તે તારે અનંત કાળ ભ્રમણ કરવાપૂર્વક નવાં નવાં સગપણ કરી, સંગ–વિયોગના અનંત દુઃખ સહન કરવો પડશે. પરંતુ જે આ અનુપમ ભાવનાને તારા હૃદયમાં સ્થાન આપીશ અને વીતરાગના વચનમાં શુદ્ધ શ્રદ્ધા ઉત્પન્ન કરીશ તો આ સંસારના વિકટ અને વિષમ ભાવે તને હેરાન નહીં કરે અને ખરું આત્મબળ પ્રગટ થશે અને તારા શુદ્ધ આત્માની અપૂર્વ તિ પ્રગટ થશે.
ચેથી એકત્વ ભાવના मित्रपुत्रकलत्रादिकृते कर्मकरोत्ययम् ।
यत्तस्यफलमेकाकी भुङ्क्तश्वभ्रादिषु स्वयम् ॥ પ્રાણ પિતાના પુત્ર, મિત્ર, સ્ત્રીવર્ગ વગેરેને માટે જે કાંઈ કર્મ કરે છે તે કર્મનું ફળ નરકાદિ ગતિમાં પિતે એકલે જ ભગવે છે. તેના મિત્ર, પુત્રો કે સ્ત્રી વગેરે તે કર્મનું ફળ ભેગવવામાં સહાય થતાં નથી. આ જીવ સારાનરસાં કાર્યો કરી જે દ્રવ્ય પેદા કરે છે તે દ્રવ્યને ભેગવવા માટે તેના મિત્ર-પુત્રાદિ કેવળ સહાયક થાય છે. પરંતુ તેણે કરેલાં કર્મોથી ઉત્પન્ન થયેલી દુઃખની શ્રેણીને સહન કરવામાં કોઈ સહાયક થતું નથી. તે દુખની શ્રેણી તો કર્મને બાંધવાવાળાને જ ભોગવવી પડે છે. સર્વે જીવે જન્મ અને મરણને પ્રત્યક્ષ અનુભવ કરે છે અને દેખે છે છતાં પણ તેના હૃદયમાં આવતું નથી કે જન્મ અને મરણને અનુભવ એકલાને જ કરે પડે છે. દરેક પ્રાણી એકલે જ