________________
ટાંક્યા છે. એટલું જ નહિ પણ આજે કેટલાકે જે એવી ટી. વાત કરી રહ્યા છે, કે શ્રી જિનાગમાં શ્રી જિનમૂર્તિને માનવાપૂજવા સંબંધી કાંઈ ઉલ્લેખ જ નથી, તેઓને જે સાચું સમજવું હોય તે તેઓ સત્યને સમજી શકે એ માટે આચાર્યશ્રીએ શાસ્ત્રપાઠ ટકથા છે અને અનેક પ્રમાણે રજૂ કર્યા છે. " શ્રી જિનમૂતિ પછી શ્રી જિનાગમથી થતા લાભનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ શ્રી અનાથી મુનિવરનું મનનીય દૃષ્ટાન્ન આપ્યું છે અને શ્રી શ્રેણિક આદિ છે આવતી ચોવીસીમાં શ્રી તીર્થંકર થવાના હેઈને એ પ્રસંગ ઉપર આવતી આગામી ચોવીસી વિષે પણ આચાર્યશ્રીએ ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ આચાર્યશ્રીએ જીવને રત્નત્રયીની આરાધના કરવામાં જ પિતાના પુરુષાર્થને ફેરવવાને ઉપદેશ. આપે છે અને એ ઉપદેશને દદીભૂત કરવા માટે આચાર્યશ્રીએ એના અનુસંધાનમાં જ વિસ્તારથી “હિત દેશ” આપ્યો છે.
આ પછીથી, આચાર્યશ્રીએ જ્ઞાન સાથે ક્રિયાની આવશ્યકતાને વર્ણવીને, સેપક્રમ આયુષ્યવાળાનું આયુષ્ય જે સાત પ્રકારેએ તૂટી શકે છે તે સાત પ્રકારેને વર્ણવ્યા છે અને એ પછી આયુષ્યને વિશ્વાસ નહિ રાખતાં, ધર્મ કરવાને તત્પર બનવાનું સૂચવ્યું છે. અહીં ધર્મકાર્યોમાં વિલંબ કરવાથી જીવને કેવું નુકસાન થાય છે, તે સમજાવીને આચાર્યશ્રીએ ધર્મ કરવામાં બેદરકારી નહિ રાખવા વિષે વર્ણન કર્યું છે. - આ પછીથી, આત્મશુદ્ધિના ઉપાયે દર્શાવતાં આચાર્યશ્રીએ સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ માટે ભલામણ કરી છે અને તેમાં વિરતિના પરિણામની મહત્તા દર્શાવી છે. ત્યાર પછીથી, લક્ષ્મીની ચંચળતાને ખ્યાલ આપીને ઈષ્યને તજવાને ઉપદેશ આપતાં આચાર્ય શ્રીએ ઉદાહરણે આપ્યાં છે. અહીં લક્ષ્મીની લાલસાની અનર્થકારકતાનો પ્રસંગ હઈને આચાર્યશ્રીએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ભક્ષણનાં કટુ પરિણામેનું પણ વર્ણન કર્યું છે અને જીવને સમજાવ્યું છે કે પાપથી તેં મેળવ્યું હશે તે બીજા ખાશે પણ પાપ તે તારે જ