________________
ગયાં, તેવી જ રીતે આ ભવનું ઔદ્યારિક શરીર પણ વિખરાઈ જશે, તે ચોક્કસ ધારી રાખજે. તને તે ચાર હાથની લંગોટી પહેરાવી વિદાય કરશે.કડકપટ, દગા, પાસલા, અનીતિ વગેરે પાપકર્મ કરી ધન ભેળું કર્યું હશે તે તે કુટુંબાદિક ભેગવશે. અહે! કેવી મૂર્ખાઈ! ખરેખર પૂરી મૂર્ખાઈ સમજવી. પિતાનું ધન-જ્ઞાન, દર્શન, ચારિત્રને પ્રાપ્ત કરવાને રત્નચિંતામણિ જેવો સમય ગુમાવી બેઠે. સાર કોઈ લઈશ જ નહિ. પારકું સુધારવા ગમે તે પણ સુધારી શકે નહિ. કારણ કે સવે છે પિતા પોતાના કર્માધીન છે, જેથી ભલું કે બૂરું કેઈ કરનાર નથી, માત્ર શુભાશુભ કાર્યોનાં તેઓ નિમિત્ત માત્ર છે. માતાપિતા પિતાની પુત્રીને સારા ખાનદાન કુટુંબમાં સારું મુહૂર્ત જેવરાવી પરણાવે છે, પરંતુ બાઈનું પુણ્ય ઓછું હોય તો ટૂંક સમયમાં તે વિધવા બને છે. વળી ગરીબ કુળમાં પરણાવી હોય, પરંતુ બાઈ પુણયશાલિની હેય તો સુખી થાય છે. શાસ્ત્રમાં તેવાં ઘણાં દેખાતો છે. મયણાસુંદરી અને સુરસુંદરીને અધિકાર શ્રીપાલચરિત્રમાં સવિસ્તર છે, તેથી પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિનું ફળ સ્પષ્ટ સમજાય તેમ છે. માટે હે જીવ! તેવા જૂડા કુટું બાદિકના મેહમાં નહિ મૂંઝાતાં આત્મિકલક્ષ્મી પ્રગટ કરવામાં ઉદ્યમવંત થજે. નિશ્ચલ ચિત્તથી શુભ ભાવનામાં આરૂઢ થઈ ? તો આત્મિકલક્ષ્મી પ્રગટ થતાં વાર નહિ લાગે. શુભ ભાવનામાં આરૂઢ થવા માટે જૈન સિદ્ધાંતોમાં બાર ભાવનાના સ્વરૂપનું ઘણું જ સરસ વર્ણન કરેલ છે, એ ભાવનાને મનનપૂર્વક ભાવનાથી આત્માને જલદી ઉદ્ધાર થાય છે. તે બાર ભાવનાનું સંક્ષેપ વર્ણન આ પ્રમાણે છે: