________________
(૫૩) કર્યો, તેમાં કેટલું ખાયું–નુકસાન થયું? કદાચ તું હે . ચેતન ! એમ માનતા હોઈશ કે, મને મારાં માબાપ, સ્ત્રી, પુત્ર, મામા, માસી વગેરે સુખ આપશે, તેથી તેઓને ખાતર પ્રયાસ કરી કાંઈ પ્રાપ્ત કરી રાખું અથવા તેઓને આધાર રાખી હું સંસારમાં મસ્ત રહે છે તે પણ તારી મોટી જબરજસ્ત ભૂલ છે, કારણ કે જ્ઞાની મહારાજ કહે છે કે
माजाणसिजीवतुमं, पुत्तकलत्ताइमज्ज्ञसुहहेउ । निउणंबंधणमेयं, संसारेसंसरत्ताणं ॥१॥
અર્થ-હે જીવ! આ સંસારમાં એકાંત દુઃખના હેતુ પુત્ર, સ્ત્રી, મિત્ર વગેરેને તું સુખના હેતુ જાણીશ નહિ; કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવેને એ પુત્ર, સ્ત્રી, મિત્રો વગેરે સગાંસંબંધીઓ જબરજસ્ત કર્મબંધનનાં કારણ છે, પરંતુ તને સંસારમાંથી છોડાવાને મુક્તિમંદિરમાં પહોંચાડનારા નથી. કેટલીકવાર આ પણે વ્યવહારમાં તપાસીએ છીએ ત્યારે સગાંસંબંધને નેહ ક્ષણિક માલુમ પડે છે. ધનની ખાતર ભાઈઓ ભાઈઓને પરસ્પર લડતા જોયા છે. અને તે એવા તે લડે છે, કલેશકરે છે કે એકબીજાને પાણી પીવાને પણ સંબંધ રહેતો નથી. માતાપિતાના નેહમાં પણ સ્વાર્થને સ્નેહ કેટલે બધે જોવામાં આવે છે. તેઓ પૈસા કમાવાવાળા પુત્રો અને નહિ કમાવાવાળા પુત્રો તરફ કેટલું અંતર રાખે છે તે જોઈ શકાય છે. આ તે વ્યવહારમાં આપણે જોયું પરંતુ આત્મહિત કરવાનાં કાર્યોમાં તે તેઓ તરફથી ઘણી જ અડચણ ઊભી કરવામાં આવે છે. આત્મસાધના કરનાર પુત્રને તિરસ્કાર કરવામાં આવે છે અને છેવટે તેને સમજાવી-ફેસલાવીને