________________
કયાં ગમન કરે છે? આ તમામ આળપંપાળ છેડી દઈ અનુભવ રસનું પાન કર, જેથી તને તેમાં એ આનંદ આવશે કે તે આનંદ તું કઈને કહી પણ શકીશ નહિ, તારા આત્મામાં ઘણા પ્રકાશ થશે, ને તારી આ ભવયાત્રા નકામા ફેરા જેવી ન થતાં કાંઈક સફળ થશે, આ ભવની યાત્રા સફળ કરવા માટે અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ કરવી એ જ ખરું તત્વ છે અને તેવા અનુભવ જ્ઞાનથી જ કર્મબંધન અટકશે, પૌગલિક વસ્તુઓ ઉપરથી રાગ ઊડી જશે, અને સફળ થશે. જુઓ, સાંભળો.
ગઝલ. મધે દેહ આ પામો, જુવાની જેરમાં જામી; ભજ્યા ભાવે ન જગ સ્વામી. વધારે શું કર્યો સારે...૧ પડીને શેખમાં પૂરા, બની શંગારમાં શ; કર્યા કૃત્ય બહુ બૂરાં, પતા શી રીતે વારે...૨ ભલાઇ ના કરી લીધી, સુમાગે પાઈ ના દીધી કમાણી ના ખરી કીધી, કહે કેમ આવશે આ ૩ ગુમાને જીદગી ગાળી, ન આણ વીરની પાળો; જશે અને તે અરે! ખાલી, લઈ બસ પાપને ભારે...૪ નકામા શેખને વામે, કર ઉપકારના કામો; અચળ રાખે રૂડાં નામે, વિવેકી વાત વિચાર૫ સદા જિનધર્મને ધરજે, ગુરૂ“ભક્તિ સદા કરજે; ચિદાનંદ સુખને વરજે, વિવેકી વાત વિચારો..૬
આ પ્રમાણે હોવા છતાં કાંઈપણ નહિ સમજે તે તે હું ને મારૂં કરતાં કરતાં જેવા અનંતા ભવ નિષ્ફળ ગયા તેવી રીતે આ ભવ પણ નિષ્ફળ જશે, અને જેમ મૃગને (હરણને) અચાનક સિંહ પકડીને મારી નાખે છે, તેવી જ