________________
પ્રસ્તાવના
એક દૃષ્ટિએ વિચારીએ, તે “વૈરાગ્યભાવના” એ શબ્દ જ રાગી જગતને માટે પ્રત્યાઘાતી છે. રાગના રસમાં રમતા અને રાગના રસની રમતમાં જ મઝા માનતા છવોને “વૈરાગ્યભાવનાની વાત પ્રત્યાઘાતી લાગે એ સ્વાભાવિક છે, પરંતુ જીવ માત્રના કલ્યાણને માટે આ પ્રત્યાઘાત આવશ્યક છે. રાગના રંગમાં જીવનને જંગ ખેલી રહેલા જીવને જ્યારે વિરાગની વાત પ્રત્યાઘાત પમાડે અને એમાંથી એનામાં જ્યારે તત્ત્વને જાણવાની જિજ્ઞાસા પ્રગટે, ત્યારે જ એ છવ પિતાના પુરુષાર્થને ફેરવીને પિતાને ખરા રૂપે પિછાની શકે છે, જગતને ખરા રૂપે પિછાની શકે છે, જગત સાથેના પિતાના સંબંધને ખરા રૂપે પિછાની શકે છે અને પિતાનું તથા જગતના જીવ માત્રનું હિત શાને તજવામાં છે તથા શાને આચરવામાં છે એ વાતને જાણી શકે છે અને એ જ્ઞાનનો સદુપયોગ કરીને એ જીવ અનેક જીવનું કલ્યાણ સાધનારે બનવાની સાથે પિતાના પરમ કલ્યાણને સાધનારે બની શકે છે. પિતાને અને જગતને જેઓ સાચા રૂપમાં પિછાની શકે છે, તેઓને જે આનન્દ વૈરાગ્યભાવનામાં આવે છે, તેવો આનન્દ બીજી કોઈ જ ભાવનામાં આવતું નથી; અને એથી તેઓ જગતના છે વૈરાગ્યભાવનાને પામે એ જ પ્રયત્ન કર્યા કરે છે. એમને એમ થાય છે કે, વૈરાગ્યભાવનામાં જ દુઃખથી મુક્ત બનાવવાની અને સુખને પમાડવાની સાચી શક્તિ રહેલી છે. વસ્તુતઃ વૈરાચભાવના સિવાયની કોઈ ભાવનામાં જીવને દુઃખથી મુક્ત બનાવવાની અને સુખને પમાડવાની શક્તિ છે જ નહિ. આથી તેઓ દુઃખથી સદાને માટે ડર્યા કરતી અને સુખને સદાને માટે ઝંખ્યા કરતી દુનિયાને વૈરાગ્યભાવના પમાડવાનો પ્રયત્ન કર્યા કરે છે. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજે પણ એટલા જ માટે આ “વૈરાગ્ય ભાવના ) નામના ગ્રંથના સર્જનને પ્રયત્ન કર્યો છે.