________________
(૩૪૪) ૨ ચક્ષુરહિતને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એમ
સેનપ્રશ્નમાં લખ્યું છે. અસાઢ સુદ ૧૪ થી આસો સુદ ૧૦ સુધી ખાંડ
અભક્ષ છે, એમ સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં છે. ૯૪ નરક ગતિમાં રહેલ સઘળા મિાદષ્ટિ છે અશુભ
વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદગલોને આહાર કરે છે, પરંતુ નરકમાં રહેલ ભાવિ તીર્થંકર મહારાજના જીવ શુભ પુદ્ગલેને જ આહાર કરે છે, આમ ભગવંતીસૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉઘેશની
ટીકામાં છે. ૯૫ આચાર્ય મહારાજ જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવા
આવે ત્યારે શ્રાવકેએ જરૂર ઊભા થવું, ન થાય તે અવિનયને દેષ લાગે. શ્રાદ્ધવિધિમાં રત્નશેશ્વરસૂરી
મહારાજે કહેલ છે. ૯૬ પિષધ તથા સામાયિકમાં શ્રાવકોએ આભૂષણ ન
પહેરવા, કુંડકિલ શ્રાવકે સામાયિકમાં મુદ્રિકા ઉતારીને અન્ય સ્થાનકે મૂકી છે, એમ ઉપાસક દશાંગ
સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં છે. ૯૭ તપણી આદિમાં દોરે નાખવાનું વિધાન છતવ્યવહાર
છે, આ ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે. ૯૮ પાનની જડ અણાહારી નથી. શ્રાદ્ધવિધિમાં જે વસ્તુઓ
આહારી ગણાવી છે, તેમાં પાનની જડ પણ આહારી છે. લીબુના રસવાળી સૂંઠ દુવિહારના પચ્ચખાણમાં કપે નહીં, એમ હીરપ્રશ્નના ત્રીજા પ્રકાશમાં છે.
લી