________________
( ૧૦ ) बुध्यता बुध्यतां वोधिरतिदुर्लभा,
जलधिजलपतितसुररत्नक त्या । અર્થ:–“મનુષ્યભવ પામ્યા છતાં અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે! ત્યાં રહેલા છે હિંસાદિ પાપ-આશ્રવના વ્યસની થઈને માઘવતી નામની સાતમી નરકના માર્ગને અનુસરનાર થાય છે. જેથી અનાર્ય દેશમાં પામેલે મનુષ્યજન્મ ઊલટો અનર્થકારી થઈ પડે છે. માટે બંધ પામે, બધ પામે. સમુદ્રના જળમાં પડી ગયેલા ચિંતામણિ રત્નની માફક બધિરન કેતાં સમ્યકત્વ રત્ન પામવું બહુ દુર્લભ છે.”
આ પ્રમાણે થવાથી મનુષ્યભવ મળ્યા છતાં કોઈ કામમાં આવ્યું નહિ ને ઊલટો અનર્થકારી થઈ પડે. જેમકે દૂધપાક અથવા તેથી પણ મધુર ભજન તૈયાર થયું હોય, તે ભેજના સ્વાદ લેનારને આનંદદાયક હોય છે, છતાં જે કદાચ તેમાં લેશમાત્ર ઝેર પડયું હોય તે તે સ્વાદિષ્ટ ભોજન લેવા છતાં કોઈ કામ આવતું નથી, ને તે ઉત્તમ ભોજનને પણ ફેંકી દેવું પડે છે. તેવી જ રીતે જિંદગી ઘણું જ ઉત્તમ, કર્મ ખપાવવાના કારણભૂત હોવા છતાં અનાર્ય દેશમાં ઉત્પત્તિ થવાથી હિંસાદિ પાપરૂપી ઝેર પડવાથી કાંઈ કામ આવતી નથી, પરંતુ નરક તિર્યંચાદિ દુર્ગતિમાં ફેંકી દેવી પડે છે. ત્ આ જીવ અનાર્ય દેશમાં તેવાં અર પાપ કરી નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. આ કારણ થી જ મનુષ્યભવ મળ્યા છતાં પણ જે આર્ય દેશમાં ઉત્પત્તિ થઈ હોય તે જ કાંઈક સુધારી શકાય છે,
ધર્મશ્રવણ દુર્લભ આર્ય દેશમાં ઉત્પન્ન થયા છતાં પણ ધર્મ કેવી વસ્તુ