________________
( રરર ) કરજે. સત્યને સ્વાધીન કરજે, અસત્યને દેશવટે આપજે. પારકી વસ્તુ પથ્થર સમાન ગણ હાથમાં ગ્રહણ કરીશ નહિ. શિયળરૂપી આભૂષણથી સ્વશરીરને અલંકૃત કરજે. પરસ્ત્રીને માતા, બહેન કે પુત્રી સમાન ગણ કેઈવાર વિકારવાળી દૃષ્ટિ કરીશ નહિ. સેના-રૂપાનાં આભૂષણે કદાચ તારી પાસે નહિ હોય તે પણ શિયળરૂપી આભૂષણથી તારું શરીર અત્યંત શોભાવાળું દેખાશે. શિયળથી રહિત લાખ રૂપિયાના ઘરેણાંથી તારું શરીર શેભશે નહિ. અને રાવણ જેવા પરસ્ત્રીમાં આસક્તિવાળાની માફક દુર્દશા ભેગવીશ. વળી સંતોષનું સેવન કરજે. ક્રોધાદિક શત્રુઓ ઉપર કોલ કરીને આતમઘરમાંથી દૂર કરજે, તેને આધીન થઈશ નહિ. બાહ્ય શત્રુઓ જે નુકસાન કરે છે તે કરતાં અંતરના કષાયાદિ શત્રુઓ અનંતગણું નુકસાન કરે છે, તે બરાબર સમજીને તેને દેશવટે આપજે. અનાદિ કાળના અભ્યાસથી આ દેહમાં આત્મભાવ મનાવે છે, દેહ તે હું છું એમ માને છે. શરીરને સુખે સુખી, શરીરના દુખે દુઃખી, રાત્રી-દિવસ તે શરીરનું સેવન કરવામાં–તેનું રક્ષણ કરવામાં-અત્યંત પાલનપષણ કરવામાં તું વ્યતિત કરી રહ્યો છે, તેવા બહિરાત્મ ભાવનો ત્યાગ કરજે.
ગમે તે પાપાત્મા હોય તે પણ પુણ્યના ઉદયથી સદ્દગુરુને પેગ પામી જે પાપભીરુ બને તે ધર્મને અધિકારી બની શકે છે અને પાપભીરુ બન્યા પછી જે પાપને ત્યાગ કરવા અને પ્રભુપ્રણીત ધર્મને સ્વીકાર કરવા માટે ઉત્સાહિત થાય તે પોતાની ઘરપાપ વૃત્તિને પરિ. ત્યાગ કરી ખુશીની સાથે પ્રભુપ્રણીત ધર્મને સ્વીકાર કરવા દ્વારા