________________
श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः । श्रीवैराग्य भावना
नमो दुर्वाररागादि-वैरिवारनिवारिणे । अहंते योगिनाथाय, महावीराय तायिने ॥१॥
ધર્મ વિના જીનું અધ:પતન જગત માત્રનું હિત ઈચ્છનારા દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ સંસારી જીને સંસારના આધિ, વ્યાધિ, ઉપાધિ, રંગ, વિયેગ, જન્મ, જરા, મરણાદિ દુખેથી મુક્ત કરવા અને અવિનાશી શાશ્વત સુખને પ્રાપ્ત કરાવવા માટે જ મુક્તિને માર્ગ બતાવ્યો છે. જે માર્ગને અનુસરી ઘણું ભવ્ય જીવે અનાદિ કાળના સંસારના કલેશને ઉછેઠ કરી મુક્તિનગરમાં આત્માને અખંડ આનંદ અનુભવી રહ્યા છે.
ત્યારે તે દેવાધિદેવના બતાવેલ માર્ગને નહિ અનુસરનારા, અનાદિ કાળની પદુગલિક વાસનાને અધિન બનેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં અર્થ અને કામની પીપાસામાં ગુંથાયેલા, ધર્મના પ્રભાવથી મોક્ષસુખની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં સુલભ હોવા છતાં તેને આદર નહિ કરનારા, મળેલી માનવભવાદિ ઉત્તરોત્તર શુભ સામગ્રીને હારી જઈ અગતિમાં ચાલ્યા જાય છે. તેમાંથી વળી કેટલાએ બહુલકમી જી નીચા ઊતરતા તરતા ઠેઠ સૂમ નિદ સુધી પણ પહોંચી અનંત દુઃખોને અધિન