________________
( ૧૯૯)
વળી તે આમ રાજાએ ગોપગઢ ઉપર એક મનહર વિશાળ પિષધશાળા બંધાવી, તેમાં એક હજાર સ્થભે હતા. તેમાં ચતુર્વિધ સંઘને સુખ આપવા માટે ત્રણ મોટાં વિશાળ બારણું મૂકવામાં આવ્યાં હતાં. વળી તે પિષધશાળામાં એક વ્યાખ્યાન મંડપ ત્રણ લાખ સેનામહોરો ખરચીને બંધાલવામાં આવ્યું હતું અને તેમાં એવાં તે તેજસ્વી ચંદ્રકાંતાદિ રત્ન જડયાં હતાં, કે જે વડે રાત્રિએ પણ સાધુઓ ત્રસકાયાદિની વિરાધના વિના પુસ્તકો વગેરે વાંચી શકતા હતા. વળી બપ્પભટ્ટસૂરિ મહારાજના ઉપદેશથી સિદ્ધાચળને સંઘ કાઢી બારકરેડ સોનૈયાનો ખર્ચ કર્યો હતે. ઈત્યાદિક આ ભાગ્યશાળી રાજાએ અઢળક લક્ષ્મી પુણ્યમાર્ગમાં ખર્ચ મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. પિતાનું નામ બમ્પ, માતાનું નામ ભટ્ટી, જેથી તેમનું નામ બપભટ્ટી રાખવામાં આવ્યું છે. આ આચાર્ય મહારાજ આકાશગામિની વિદ્યાથી નિત્ય પંચતીર્થની જાત્રા કરતા હતા.
દશપૂર્વધર શ્રી આર્યસુહસ્તિસૂરિજીના પ્રતિબોધથી સંપ્રતિરાજાએ સવાલાખ નવીન જિનપ્રાસાદ કરાવ્યા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર કરાવ્યા, સવાકરડ જિનબિંબ ભરાવ્યાં, પંચાણું હજાર પિત્તળમય જિન પ્રતિમા તથા અનેક સહસ્ત્ર દાનશાળા વગેરેથી ત્રિખંડ પૃથ્વી શેભાવી ઈત્યાદિક અધિકાર કલ્પસૂત્ર ટીકામાં છે.
ગુજરાતના રાજા ભીમદેવના પ્રધાન વિમલશાહે સં. ૧૦૮૮માં શ્રી આબુ ઉપર કરોડ રૂપિયા ખર્ચીને ઘણાં ભવ્ય જિનમંદિર બંધાવ્યાં છે, કે જેને જોઈ લોકેાનાં મન બહુ જ આનંદિત થઈ રહ્યાં છે.