________________
(૧૯) દઈએ છીએ તેવી જ રીતે આ શરીરમાં દુર્ગધ ભરેલ છે. આ સંબંધી છઠ્ઠી અશુચિ ભાવનામાં વિશેષ હકીકત જણાવી છે ત્યાં જેવું.
આવાં શરીરથી ઉપર બતાવેલ કુમારપાલ મહારાજા વગેરેનાં દૃષ્ટાંતે હદયમાં ધારી સંસારને ઓછો કરે જેથી માનવ જિંદગી પામ્યાનું બરાબર ફળ મળ્યું ગણાય.
ઈતિ કુમારપાળ સંક્ષેપ વર્ણન વસ્તુપાલ તેજપાલ વગેરેનાં શુભ કાર્યો
શ્રી ધવલકપુર (ધોળકા)ના વિરધવલ રાજાના મંત્રીએ વસ્તુપાલ-તેજપાલે પણ લક્ષ્મીથી અનેક શુભ કાર્યો કર્યા છે. શ્રીઆબુજી ઉપર બાર કરેઠ ને ત્રેપન લાખ દ્રવ્ય ખરચી એવાં તે દેરાસરે કરાવ્યાં કે જે આજે આધુનિક જમાનાના કારીગરોની પણ દૃષ્ટિને ગરકાવ કરી મૂકે છે. વસ્તુપાલ-તેજપાલ શુભમાર્ગમાં લક્ષમી વાપરી તેનું દિગદર્શન સામાન્યથી કરીએ. --
ત્રણ લાખ દ્રવ્ય ખરચીને શત્રુંજયે તોરણ બંધાવ્યું. ત્રણ હજાર બસો ને બે જીર્ણોદ્ધાર કરાવ્યા. તે જિનમંદિર શિખરબંધ કરાવ્યાં. એક લાખ ને પાંચ હજાર નવીન જિનબિંબ ભરાવ્યાં. નવસે ને ચેરાસી પૌષધશાળા કરાવી. છત્રીસ લાખ દ્રવ્ય ખરચીને પુસ્તકના જ્ઞાનભંડાર કરાવ્યા. ત્રણ લાખ દ્રવ્ય ખરચી ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા. સાડાબાર યાત્રા શ્રી શત્રુંજય તીર્થની કરી. અઢાર કરોડ છ7 લાખ દ્રવ્ય શ્રી શત્રુંજય તીર્થમાં ખરચ્યું.