________________
(૧૫૬) જીએ ખૂબ ખૂબ વિચાર કરી તેના ઉપરથી મેહ દૂર કરે જોઈએ. ધનને નહિ તજવાથી ત્રણ કારણે ઊભાં થાય છેઃ પરભવમાં દુર્ગતિ, આ ભવમાં ભય અને ધર્મથી વિમુખપણું નજરે જોવાય છે. વળી ચોથું કારણ આખી જિંદગી અનેક પ્રકારનાં પાપ કરી ઉત્પન્ન કરેલ ધન પિતે ભેગવી શકતા નથી. તે ધન બીજાઓના ભાગમાં આવે છે તે બરાબર યાદ રાખવું. આવા અનેક પ્રકારના ઉપર બતાવેલા વિચારે લક્ષમાં લેવા તેમજ તે જ ધનના જોરે કઈ ઉપર ઈર્ષ્યા પણ કરવી નહિ. સજજને! વિચાર કરે! પારકાની ઇર્ષ્યા કરશે તે તમે કયાંથી સુખી થશે ? આ અધિકાર ગૌતમપુછામાં છે.
આજકાલ કેટલાયેજી બીજાને સુખી દેખી મનમાં બળે છે ને ઈર્ષ્યા કરી પિતાના આત્માને પાપથી ભારે કરે છે. મનમાં વિચારે છે કે, આટલી બધી રિદ્ધિસિદ્ધિ એને થઈ ને મારે કેમ નહિ? માટે તેની રિદ્ધિને ફેરફાર કરાવી નાખું. આવા વિચાર કરવાથી પાપના બંધન સિવાય બીજુ કાંઈ હાથમાં આવતું નથી, કારણ કે જ્યાં સુધી મનુષ્યનું પુણ્ય પ્રબળ હશે ત્યાં સુધી તારાથી કાંઈ થવાનું નથી. ઈબ્ધ કરનાર છે પિતાનાં શુભ કાર્યને લાભ ગુમાવી ભવાંતરમાં દુઃખી થાય છે. તે ઉપર કુંતલદેવી રાણીનું દષ્ટાંત મનનપૂર્વક વિચારી ઈર્ષ્યાથી હે ચેતન! દ્વર રહી આત્મસાધન કરજે.
કુંતલદેવી રાણીનું દૃષ્ટાંત આ ભારતક્ષેત્રમાં ઈન્દ્રની નગરી જેવું અવનિપૂર નામનું નગર છે, તેમાં જિતશત્રુ નામે રાજા છે. તે રાજાને પાંચસે.