________________
(૧૪)
અંગીકાર કરું અને મારા આત્માને આ સંસારની રખડપટ્ટીથી બચાવી શુદ્ધ કરૂં. વળી તે સમ્યક્ દષ્ટિના સહવાસમાં જે કોઈ આવે તેને પણ સારો માર્ગ બતાવવા પ્રેરણા કરે છે. કૃષ્ણ મહારાજે પોતાની પુત્રીઓને સંજમ અપાવી સુખી કરી. આધુનિક સમયમાં પણ કેટલાયે ઉત્તમ છે પિતાનાં પુત્ર, પુત્રી વગેરેને જલદી મેક્ષ નગરમાં પહોંચા ડવા માટે ત્યાગધર્મમાં જોડે છે. (દીક્ષા અપાવે છે). વળી સંજમમાં સ્થિર થવાની ભલામણ કરે છે. આનું કારણ એટલું જ કે સમકિત દષ્ટિ જીવ વીતરાગના વચનથી જાણે છે કે આ સંસાર દુઃખને દાવાનળ છે અને મોક્ષ અનંતસુખને દરિયે છે. આ પ્રમાણે વીતરાગના વચનથી જાણીને સંસારને છેડવાની જ અભિલાષા રાખે છે. કદાચ સર્વથા ન છૂટી શકે તે દેશવી પણ છેડીને દેશવિરતિ બને છે અને ચારિત્રના પરિણામવાળો હોય છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ કૃત યોગશાસ્ત્રની ટીકામાં કહ્યું છે કેઃ सर्वविरति लालसः खलुदेशविरतिपरिणामः यतिधर्मानुरागरहितानां तु गृहस्थानां देशविरतिरपिन सम्यक
દેશવિરતિનું પરિણામ પણ નિશ્ચિતપણે સર્વ વિરતિની લાલસાવાળું જ હોય છે. એટલે જે ગ્રહસ્થને મુનિ ધર્મ ઉપર અનુરાગ નથી તેઓની દેશવિરતિ એટલે અણુવ્રતાદિકને ધરવા સ્વરૂપ શ્રાવકપણુ પણ સાચું નથી. પરમાત્મા મહાવીરદેવના ઉપાસક બનવાને જે દાવે રાખે છે તેવા છએ તો નીચે બતાવેલ મહાવીર પ્રભુનાં વચને પિતાના હદયમાં બરાબર ઉતારવાં પડશે. જુઓ પરમાત્માનાં વચન