________________
( ૧૦૬).
શિરપર વહન કરી, તે સમયમાં આ ભરતક્ષેત્રમાં અનેક છે પિતાનું કલ્યાણ કરતા હતા અને આધુનિક સમયમાં પણ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિહરમાન તીર્થંકરની દેશના શ્રવણ કરી અનેક ભવ્ય જીવો પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. અત્યારે આપણે અહીં ભરતક્ષેત્રમાં સાક્ષાત્ પ્રભુના અભાવે તેમના નામશ્રવણથી તથા ઉપર કહેલ તેમના સ્થાપના નિક્ષેપોથી (ઝલહલતી મૂર્તિથી) હજારે બબ્બે લાખે છે પિતાનું કલ્યાણ કરી રહ્યા છે. તે હે ચેતન! તું પણ જિનપ્રતિમાનાં દર્શન કરી, પરમાત્માના ગુણેને યાદ કરી તારામાં સારા ગુણેની છાપ પાડ. જિનપ્રતિમા જિનવર સરખી જ જાણજે. જિનપ્રતિમામાં લેશમાત્ર શંકા કરીશ નહિ. જિનપ્રતિમા ઘણાં સૂત્રોમાં પરમાત્મા મહાવીર દેવે જ કહેલી છે. તે જિનપ્રતિમાને ઘણું સિદ્ધાંતમાં અધિકાર વિદ્યમાન હવા છતાં, કેટલાએક અણસમજણવાળા અજ્ઞાની છે, સૂત્રોના ખરા અર્થને નહિ સમજતા વિપરીત અર્થ કરી જિનપ્રતિમાને નહિ માનતા થકાં ભૂલા પડી ભમી રહ્યા છે. જુઓ જિનપ્રતિમાને અધિકાર શ્રી જ્ઞાતાસૂત્રમાં દ્રૌપદીએ જિનમંદિરમાં જઈ, જિનપ્રતિમાની પૂજા કરી, “નાજુ' કહ્યું છે. જેને આ પ્રમાણે પ્રત્યક્ષ પાઠ છે –
तएणं सा दोपहरायवरकन्ना जेणेवमज्जणघरे तेणेव उवागच्छइ मज्जणयरं अणुपवेसइ नाया कघबलिकम्मा कयकोउ अमंगलपायच्छित्ता सुद्धपावेसाई वत्थाई परिहियाहिं