________________
(૯૦).
મુખ રાખી ચૈત્યવંદન કરવું, વગેરે વિધિ જે દેવવંદન ભાષ્યમાં કહેલ છે તે પ્રમાણે કરવી. દર્શન કરતાં પરમાત્માની સન્મુખ દષ્ટિ રાખી હૃદયમાં નીચે લખેલ વચને ધારણ કરવાં.
“જિનપ્રતિમાનું મુખારવિંદ દેખી હે ચેતન! વિચારકર. આ મુખ કેવું સુંદર અને શાંત સ્વભાવવાળું છે? ભવ્ય અને આનંદ પમાડનારું છે. જે મુખે કેઈના અવર્ણવાદ, મૃષાવાદ, હિંસાકારી વચન, નિંદાનાં વચન બોલાયાં જ નથી, તેમાં રહેલી જિહ્વા વડે રસેન્દ્રિયના વિષયેનું સેવન કરેલું નથી, પરંતુ આ મુખ ધર્મોપદેશ આપીને અનેક ભવ્ય પ્રાણીઓ, જે સંસારમાં ભૂલાં પડેલાં તેને તારવાને જ સમર્થક બન્યું છે. માટે આ મુખને ધન્ય છે. એવું મુખ મારું કયારે થશે ? આ નાસિકા વડે સુરભિગંધ દુરભિગંધરૂપ ધ્રાણેન્દ્રિયના વિષયેનું સેવન કર્યું નથી. આ ચક્ષુરીન્દ્રિય વડે પાંચ વર્ણરૂપ વિષયને સેવ્યા નથી. કેઈપણ સ્ત્રીના ઉપર કામવિકારની દષ્ટિથી જોયું નથી, તેમ કોઈની સામે દ્વેષની દૃષ્ટિથી પણ જોયું નથી; માત્ર વસ્તુ સ્વભાવ અને કર્મની વિચિત્રતા વિચારીને સમભાવે રહેલાં છે, તે નેત્રને ધન્ય છે. મારાં નેત્ર એવાં કયારે થશે ? આ કાને કરીને વિચિત્ર પ્રકારના રાગરગણું સાંભળવા વડે તેના વિષયોનું સેવન કર્યું નથી, પરંતુ પ્રિય કે અપ્રિય જેવા શબ્દો કાને પડયા, તેવા સમભાવે સાંભળ્યા છે. તેવા કાન મારા ક્યારે થશે? આ શરીર વડે હિંસા કે અદત્ત ગ્રહણ કર્યું નથી, પરંતુ તે શરીરથી જીવરક્ષા કરીને, રામાનુગામ વિહાર કરીને ભવ્ય જીને સંસારના દુખથી મુક્ત કર્યા છે અને આ શરીરથી ઉગ્ર તપ, જપ અને