________________
(૮૮), પામીને સકળ ઘાતકર્મને દગ્ધ કરી, તે જ ઠેકાણે કેવળજ્ઞાનકેવળદર્શન પામ્યા. સૂર્યને ઉદય થયો એટલે તેઓએ દ્રવ્યલેચ કર્યો અને સમી રહેલા દેવતાએ મુનિવેષ આપે તે ગ્રહણ કર્યો. પેલા ગૃહસ્થ શ્રાવકને ખબર પડવાથી તે કેવલીઓને નમીને વારંવાર તેઓની સ્તુતિ કરવા લાગ્યો. ચારે કેવળજ્ઞાન પામેલા મહા મુનિવરેએ અન્યત્ર વિહાર કર્યો. અનુક્રમે મોક્ષમાં બિરાજમાન થયા. જન્મજરામરણાદિક સંસારનાં સર્વ દુઃખને નાશ કર્યો. અહે! શુભ ભાવનાનું કેવું પરિણામ આવ્યું ? પરગુણની પ્રશંસા અને સ્વકૃત-દુષ્કતની નિંદા કેટલું કામ કરે છે? તે આ દૃષ્ટાંતથી જ હે ચેતન ! વિચારીને તું પણ તે કાર્ય કરવા સાવધાન થઈ જા,
ઈતિ ચાર ચારની કથા ઉપર બતાવેલ શ્રાવકના સામાયિકથી ચેરનું કાર્ય થયું. આપણે સામાયિક કરતી વખતે મન, વચન, કાયાને મેકળાં મૂકી યથાર્થપણે તેના સ્વરૂપને ઓળખતા નથી. સામાયિકમાં રહી રાજ્યકથા, દેશકથા, ભકતકથા, સ્ત્રીકથા-આ ચાર કથાને દેશવટો આપવો જોઈએ. શુભ ભાવના વધારવી જોઈએ. ઘણું સામાયિક કર્યા છતાં અશુભ ભાવથી પરાવર્તન કેમ થતું નથી. લાભ-ટોટાની પણ ખબર રાખવી જોઈએ. વેપારમાં જે ટ જાય, પૈસાટકા જાય તે હે ચેતન તારા મનને જરૂર આઘાત પહોંચે છે. રાત્રે નિદ્રા પણ આવતી નથી. બીજે વર્ષે લાભ કેમ થાય તેવી યોજના ઘડાય છે. તેવી રીતે એક સામાયિકનું શાસ્ત્રમાં કેટલું ફળ કહ્યું છે, તે વિચાર કર. બાણું કરેડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર, નવસેં પચીસ પાપમાં