________________
૪
પુસ્તકના પાઝ્લા ભાગમાં કેટલીક ગદ્ય-પદ્યાત્મક સામગ્રી રજ્જૂ કરવામાં આવી છે અને તે પણ જીવને વૈરાગ્ય પામવામાં તથા વૈરાગ્યને સ્થિર રાખવામાં સહાયક અને એવી છે. આ બધી ખાખતા ઉપરથી વાંચક જોઈ શકશે કે આ પુસ્તકમાં કેમ જીવવું અને કેમ મરવું એ બન્ને ય પ્રકારનું શિક્ષણ આપવામાં આવ્યું છે. જીવનને પણ સુધારવું અને મરણને પણ સુધારવું, એ જ આ માનવજીવનને પામ્યાની સારી સફળતા છે. એ બધાના આધાર જીવમાં વૈરાગ્યભાવના પ્રગટે અને તે સ્થિર તથા શુદ્ધ અને પ્રબળ અને એના ઉપર રહેલા છે. ગુણશ્રેણિએ ચઢવાને માટે વૈરાગ્યભાવના એ પહેલું પગથિયું છે, માટે આ પુસ્તકનું નામ વૈરાગ્ય ભાવના રાખવામાં આવ્યું છે અને વૈરાગ્યભાવનાને સફળ બનાવવાના ઉપાયાનુ પણ આ પુસ્તકમાં વર્ણન કરાયુ છે.
""
""
સંસારનુ સુખ, જે જીવનના આદિથી અંત સુધી મેળવવા આપણે પ્રયત્ન કરીએ છીએ તે સુખ પણ આપણી ઇચ્છો મુજબ મેળવી શકતા નથી. મેળવીએ છીએ તો મરજી મુજબ ભોગવી શકતા નથી. તે માનેલું સુખ કાં તો આપણને છોડીને ચાલ્યું જાય છે કાં તો તે સુખને મૂકીને આપણે ચાલ્યા જવું પડે છે; તો જેટલા પ્રયત્નો સંસારના નાશવંત સુખ મેળવા કરીએ છીએ તેટલા પ્રયત્ન જો આત્માનું સુખ એટલે મેાક્ષપ્રાપ્તિ માટે કરીએ તો ભવાંતરમાં પણ જરૂર આપણે શિવવધૂનાં સાથી બની શકીએ એવી વીરની વાણીને મહારાજશ્રીએ સરળ અને સચોટ ભાષામાં વૈરાગ્ય ભાવનામાં રજૂ કરી છે.
આમ આ પુસ્તકના ગુણા વર્ણવ્યા છે અને હવે તે આ પુસ્તકને વાંચવાની જ ભલામણ કરવામાં આવે છે, કે જેથી આ પુસ્તકના ગુણાના વાંચા પોતે જ અનુભવ કરી શકે. આ પુસ્તકના વાંચકા પોતાને પિાને, વિરાગને પામે અને પરમ પદને સાધનારા અને, એમાં જ આચાયશ્રીએ કરેલા આ પરિશ્રમની સફલતા છે.
—પ્રકાશક