________________
(૮૧) બંધકઋષિ વગેરેની ક્ષમા, વિજય શેઠ તથા સ્થૂલિભદ્રાદિ ઉત્તમ જીવોનું બ્રહ્મચર્ય, સીતા વગેરેનું સતીત્વ, રેવતી વગેરેને ભક્તિભાવ વગેરે તરફ ધ્યાન આપવું અને સ્તુતિયોગ્ય ગુણની અને ગુણવાનની પ્રશંસા કરી જિહુવાની અને કાનની અનુકમે ગુણાનુવાદ અને ગુણશ્રવણથી સફળતા કરવી, આ ગુણથી મળેલ સામગ્રી સફળ થાય છે અને ઘણા જીવનું કલ્યાણ થાય છે માટે આ પ્રમોદ ભાવનાને હમેશ અંતઃકરણમાં સ્થાપન કરવી.
ત્રીજી કરુણુ ભાવનાનું સ્વરૂપ दीनेष्वार्तेषु भीतेषु याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः कारुण्यमभिधियते ॥
અર્થ:-અશકત, દુઃખી, ભયથી વ્યાકુળ થયેલા અને જીવિતવ્યને યાચનાર પ્રાણીઓ ઉપર તેઓનું દુઃખ ટાળવાની જે બુદ્ધિ તે કરુણા ભાવના કહેવાય છે.
વિવેચન -અનેક સંસારી જી લક્ષમી પ્રાપ્ત કરવાના ઈરાદાથી જંગલે જંગલ, દેશ-પરદેશ, સમુદ્ર, રમશાન વગેરે સ્થળે ફરે છે. પારકી સેવા કરે છે. વળી તેને સાચવવી વગેરે કારણેથી દુઃખી થાય છે. વળી મનુષ્યને માથે રેગ, ભય, મૃત્યુ, વૃદ્ધાવસ્થા વગેરે શત્રુઓ તે નિરંતર જાગતા જ છે અને તે હંમેશ દુઃખ આપ્યા કરે છે. વળી કેટલાક પાંચે ઈનિદ્રાના વિષયે ભેગવવામાં તલ્લીન થઈ સંસારમાં રચ્યાપચ્યા રહે છે. વળી કેટલાક જીવો મહા પાપનાં કાર્યો કરી અગતિમાં અગ્ય કાર્ય કરી રહ્યા છે. આવી રીતે આખું જગત