________________
(૭૮) , મિત્રીભાવના છે. તીર્થકર મહારાજને વીસથાનક તપ કરતાં એવી ઈચ્છા થઈ જાય છે કે
- સવી જીવ કરું શાસન રસી
એસી ભાવ દયા મન ઉલસી. આ ઉત્કૃષ્ટ ભાવદયાના પરિણામે તીર્થકર નામકર્મના બંધ કરે છે. સર્વ જી જે શાસનમાં જોડાઈ જાય તે પછી તે જીની ભવની ભાવઠ મટી જાય અને તેઓનાં મહાદુઃખને પણ નાશ થાય. એવી પરાર્થ સાધવાની વૃત્તિ થતાં જ દેવેન્દ્ર ચક્રવર્તીઓ પણ જેને નમસ્કાર કરે છે તેવું તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે. આવી ઉચ્ચ કેટીની ભાવના ભાવતાં મન કેટલું સમતામાં સ્થિર થતું હશે તે વિચારવા લાયક છે. હરિભદ્રસૂરિ મહારાજ કહે છે: પરહિતચિંતામૈત્રી તે સૂત્ર બરાબર છે. પિતાના સ્વાર્થને વિચાર કરવા કરતાં પરના હિતચિતવનમાં અપૂર્વ આનંદ થાય છે અને તેથી સ્વહિતા સિદ્ધ થઈ જાય છે. વળી બૃહદુ શાંતિમાં પણ શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિભવતુ શ્રીજનપદાનાં શાંતિભવતુ, શ્રી રાજાધિપાનાં શાંતિવતુ ઈત્યાદિક ગાથાઓમાં પણ આખા જગતનું કલ્યાણ થાઓ, સર્વ પ્રાણીઓ પારકું હિત કરવામાં તત્પર થાઓ. સર્વ દોષે નાશ પામી જાઓ, સર્વ ઠેકાણે સર્વ પ્રાણીએ સુખી થાઓ. કેવા વિશુદ્ધ અંતઃકરણથી આ ભાવો નીકળે છે! બેલનારને અને સાંભળ નારને પણ તે પવિત્ર રહેવાને વિચાર કરાવી આપે છે. વળી તે જ ધ્વનિ શ્રાદ્ધપ્રતિક્રમણના સૂત્રમાં બતાવી આપે છે.