________________
માગનુસારી જીવના ૩૫ ગુણ
૭૩ ૧૮ ધર્મ, અર્થ અને કામને પરસ્પર બાધા ન આવે તે
રીતે સાધવા. ૧૯ દેવ, અતિથિ અને દીનજનેની સેવા કરવી. ૨૦ કદાગ્રહી થવું નહિ. ૨૧ ગુણને વિષે પક્ષપાત કરે. રર દેશ અને કાલથી વિરૂદ્ધ ચાલવું નહિ. ૨૩ પિતાની શક્તિ અનુસાર કામને આરંભ કરે. ૨૪ સદાચારી અને જ્ઞાનવૃદ્ધોની સેવા કરવી. ૨૫ ભરણપોષણ કરવા એગ્ય કુટુંબ પરિવારનું ભરણપોષણ કરવું. ૨૬ દીર્ઘદર્શી થવું. ૨૭ વિશેષજ્ઞ-વિવેકી થવું. ૨૮ કૃતજ્ઞપિતાના પર કરેલા ઉપકારને જાણનાર થવું. ૨૯ લેકપ્રિય-કેના પ્રેમને સંપાદન કરનાર થવું. ૩૦ લજજાશીલ થવું. ૩૧ દયાળુ થવું. ૩ર આકૃતિ સૌમ્ય રાખવી. ૩૩ પરોપકારપરાયણ બનવું. ૩૪ અંતરના છ શત્રુઓ (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને
મત્સર) ને જીતવા. ૩૫ ઇંદ્રિયોને વશ રાખવી.
આવા પ્રકારના ગુણવાન માણસ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા યોગ્ય થાય છે.