________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષ્યરૂપ-ગુણ-સંગ્રહ ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ ગ્રહણ કરે તે.
૫ સંત-સચિત્ત વસ્તુ વાસણમાંથી ખાલી કરીને તેમાં અચિત્ત લઈને આપે તે ગ્રહણ કરે તે
૬ દાયક-બળ, વૃદ્ધ, નપુંસક, આંધળે, લંગડે, અને ગર્ભિણી સ્ત્રી વગેરેને હાથથી વહેરે તે. ( ૭ ઉમ્મિશ્રદાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વગેરેથી મિશ્રિત હોય તેવી વસ્તુ ગ્રહણ કરે તે.
૮ અપરિણત-પૂણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત હોય તે ગ્રહણ કરે તે.
લિપ્ત કઈ ઘી-દહિં–દુધ-ખીર આદિથી હાથ કે ભાજન ખરડીને આપે તે ગ્રહણ કરે તે.
૧૦ છર્દિત-થી આદિના છાંટાં પડતા આપે તેવા આહાશદિ લે તે. ૪ ગ્રાસિષણુના પાંચ –
૧ સંજના–રસના લાભથી જેટલી વગેરે દ્રવ્યને ખાંડ-ઘી વગેરે મિશ્રિત (સંજિત) કરવા તે.
૨ પ્રમાણુ–પ્રમાણ ઉપરાંત વધુ ખાય તે.
૩ અંગાર–દેનારના અગર સારા આહારના વખાણ કરીને ગોચરી વાપરે છે. અંગાર એટલે રાગરૂ૫ અગ્નિથી ચારિત્રને અંગાર (કેલસા) સરખું બનાવે તે.