________________
સાધુની સાત પ્રકારની માંડલી
સાધુની સાત પ્રકારની માંડલી सुत्तत्थ-भोयणकाले आवस्सए य सज्झाए ।
संथारये चेव तहा सत्तविहा मंडली हुति ।। ૧ સૂત્રની, ૨ અર્થની, ૩ ભેજનની, ૪ કાલની, ૫ આવશ્યકની, ૬ સ્વાધ્યાયની, અને ૭ સંથારાની એમ સાત પ્રકારની માંડલી હોય છે.
ચરણસિત્તરી તથા કરણસિત્તરી ૧ કરણસિત્તરી –
वय समणधम्भ संजम वेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तव कोहनिगाहा इइ चरणभेयं ॥ १ ॥
પાંચ મહાવ્રત, દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ, દશ પ્રકારે વૈયાવચ્ચ, નવવિધ બ્રહ્મચર્યની વાડ, ત્રણ જ્ઞાનાદિ આત્મગુણ (જ્ઞાન-દર્શન-ચારિત્ર) બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ (ક્રોધ-માન-માયા-લેભ) ચાર કષાયને નિગ્રહ એમ (૫+૧૦+૧+૧+૯+૩+૧૨+૪=૭૦ ) સિત્તર પ્રકારને ચરણસિત્તરી કહી છે. ૨ કરણસિત્તરી
पिंडविसोही समिई भावण पडिमा य इंदियनिरोहो । पडिलेहण गुत्तीओ अभिग्गहा चेव करणं तु ॥
ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર, પાંચ સમિતિનું પાલન તે પાંચ,