________________
સઝાય સંગ્રહ •
૩૧૭
જાતિ પુષ્પ સમ સ્થાપના, સુત વંશ વધારે તેહ , મોરપિચ્છ સમ સ્થાપના, વંછિત દીએ ન સંદેહ રે. ૧૦ સિદ્ધિ કરે ભય અપહરે, પારદ સમ બિંદુ તે શ્યામ રે, મષક સમ જે સ્થાપના, તે ટાળે અહિ વિષ કામ રે. ૧૧ એક આવર્ત સુખ દીએ, બેહ આવર્ત ભંગ રે, વિહુ આવતે માન દે, ચિહું આવતું નહિ રંગ રે. ૧૨ પંચ આવતે ભય હરે, છ આવતે દીએ રેગ રે, સાત આવતું સુખ કરે, વળી ટાળે સઘળા રેગ રે. ૧૩ વિષમાવતે સુખફળ ભલું, સમ આવતે ફળ હીન રે; ધર્મ નાશ હોય તેહથી, એમ ભાષે તત્વ પ્રવીણ રે. ૧૪ જે વસ્તુમાં સ્થાપીએ, દક્ષિણ આવર્તે તેહ રે; તે અખૂટ સઘળું હોયે, કહે વાચક યશ ગુણગેહ રે. ૧૫
નાગકેતુની સઝાય. શ્રી જિન ચરણે નમી રે, સદગુરુ ચરણ પસાય સલુણા અટ્રમને મહીમા કહે છે, સાચે શીવ સુખદાય સલુણા. ૧ ભવી ભાવધરી આરાધીએ રે, અમ તપ સુખકાર સલુણા; નાગકેતુ અટ્રમ કરી રે, જગ પામ્યા જયકાર સલુણા. ભવી ભાવેધરી આરાધીએ રે, અમ તપ સુખકાર. ૨ ચંદ્રકાન્તા નયરીએ રે, વિજયસેન નરનાહ સલુણા; શ્રીકાંત વવહારીઓ રે, શ્રી સખીને શીરનાહ સલુણા.
ભવી. ૩ દાયઉપાય બહુ કરી રે, શ્રીસખી પામી પુત્ર સલુણા; તે દંપતી આનંદીયા રે, અબ રહેસે ઘરસૂત્ર સલુણા.
ભવી. ૪.