________________
૨૪૪
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ–ગુણસંગ્રહ ૧૩૪ ઉત્તમ-તમને ઘરમાં લાભ અને સન્માન થશે, રાજદ્વારેથી કાંઈક લેણું થશે. પૂર્વ દિશામાં કુલદેવતાની પૂજા કરવી. જેથી તમને લાભ થશે.
૧૪૧ ઉત્તમ–તમને વ્યાપારમાં લાભ છે, પરંતુ ક૫ડાના વ્યાપારમાં ઘણે લાભ છે. બધાં દુખ-દર્દ નાશ થશે. માંગલિક વસ મળશે. સાત દિવસ પછી તમને અવશ્ય લાભ થશે.
૧૪ર ઉત્તમ–તમને ભાઈ, બંધુ તથા મિત્રેથી મેળાપ થશે. ચિંતા મટશે. રાજાના ઘરેથી વસ્તુ હાથ લાગશે. ઈચ્છા સફળ થશે.
૧૪૩ મધ્યમ–તમારી ઈચ્છા વિલંબે પૂર્ણ થશે. ધનધાન્યની તમને ચિંતા છે તે સમયે દૂર થશે. સુખ અને પુત્રને લાભ થશે. સ્વપ્નમાં કે ગામ જવાનું થાય તે સારું છે.
૧૪૪ ઉત્તમ–તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે. ધન-ધાન્ય મળશે. સ્વપ્નમાં દેવેનું દર્શન થાય તે અવશ્ય શુભ છે.
ર૧૧ ઉત્તમ–તમને લાભ થશે. ધર્મની કૃપાથી ચિંતા દૂર થશે. ધન મળશે. સ્વપ્નમાં સારી વાત જુઓ તે ઘણે લાભ થશે.
૨૧૨ ઉત્તમ–તમને અર્થસિદ્ધિ, કુલની વૃદ્ધિ અને મને રથની સિદ્ધિ થશે. પરદેશ જવું હોય તે જાવ. તમારી ભાવના ફલશે.
૨૧૩ મધ્યમ–તમારા મનમાં સ્ત્રી તથા ધનની ઈચ્છા છે, તે સોળ મહિના બાદ ફલશે. ભાઈથી મેળાપ થશે