________________
૨૩૯
- (૭) વૃશ્ચિક, સિંહ, વૃષભ, કુંભ એ ચાર રાશી ચન્દ્ર
સ્વરની છે. સ્થિર કાર્યમાં શ્રેષ્ઠ લાભદાયક છે. | (૮) કર્ક, મકર, તુલા, મેષ એ ચાર રાશી સૂર્યાસ્વરની છે. ચર કાર્યમાં શ્રેષ્ઠ છે. " (૯) મીન, મિથુન, ધન, કન્યા એ ચાર રાશી સુષુમ્ના સ્વરની છે. તેમાં કેઈપણ કાર્ય કરવું લાભદાયી નથી થતું. એની માફક બાર સંક્રાન્તિના બાર માસ પણ સમજી લેવા જોઈએ.
પ્રશ્ન:–કોઈ મનુષ્ય આપણી સામે અથવા ડાબી બાજુ ઉચે ઉભું રહી પ્રશ્ન કરે એ વખતે આપણે ચન્દ્રસ્થર ચાલતે હોય તે પૂછનારના પૂછેલા કાર્યની સિદ્ધિ થશે એમ ઉત્તર આપ. અગર પૂછનાર આપણાથી નીચે અથવા જમણે તથા પાછળ પેઠે ઉભે હોય તે તે વખતે આપણે સૂર્યસ્વર ચાલતે હિય તે પૂછનારના કાર્યની સિદ્ધિ થશે એમ સમજી લેવું.
તત્ત્વ તત્વ પાંચ છે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. જેમાં પૃથ્વી-જલને સ્વામી ચંદ્રસ્વર છે. અગ્નિ, વાયુ, આકાશને સ્વામી સૂર્યસ્વર છે. ' (૧) પૃથ્વી તત્વને રંગ પીળે, નાકથી બાર આંગળ દૂર જાય, સામે ચાલે અને આકાર સમરસ હોય છે.
(૨) જલતત્વને રંગ સફેદ, નાકથી ૧ર આંગળ દૂર જાય, નીચે ચાલે, આકાર ચન્દ્રની માફક ગોલ, .