________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપગુણ-સંગ્રહ (૨) દર્શનગુણ-દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી કેવળદર્શન પ્રાપ્ત થવાથી સિદ્ધ ભગવાન કાલેકના સમગ્ર ભાવેને સમકાળે સમસ્ત પ્રકારે દેખે છે.
(૩) અવ્યાબાધ સુખ–વેદનીય કર્મને સર્વથા ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડારહિત નિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે.
(૪) અનંતચારિત્ર-મેહનીય કર્મને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેમાં ક્ષાયિક સમ્યકત્વ અને યથાખ્યાત ચારિત્રને સમાવેશ થાય છે. તેથી સિદ્ધભગવંતે આત્મસ્વભાવમાં સદા અવસ્થિત રહે છે. તે જ ત્યાં ચારિત્ર છે.
(૫) અક્ષયસ્થિતિ આયુષ્યકમને ક્ષય થવાથી નાશ ન થાય એવી અનંત સ્થિતિ પ્રાપ્ત થાય છે. એક સિદ્ધની અપેક્ષાએ સિદ્ધની સ્થિતિની આદિ છે પણ અંત નથી. તેથી તેઓની “સાદિ અનંત સ્થિતિ” કહેવાય છે.
(૬) અરૂપીપણું–નામકર્મને ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી રહિત થાય છે. કેમકે શરીર હોય તે વર્ણાદિક હોય છે. પણ સિદ્ધ ભગવતેને શરીર નથી તેથી તેઓને અરૂપીપણું પ્રાપ્ત થાય છે.
(૭) અગુરુલઘુ-ગોત્રકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે, હળ અથવા ઊંચ-નીચપણાને વ્યવહાર રહેતું નથી.
(૮) અનંતવીય–અંતરાય કમને ક્ષય થવાથી અનંત દાન, અનંત લાભ, અનંત ભગ, અનંત ઉપગ અને અનંત વીર્ય ગુણ પ્રગટ થાય છે, એટલે કે સમગ્ર લેકને અલકમાં સ્થાપી શકે, તેટલી શક્તિ સિદ્ધ ભગવંતેમાં હેય