________________
શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ–ગુણ-સંગ્રહ
બે પ્રકારે મેહનીયને બંધ કહે છે–ઉભાગની દેશના, જ્ઞાનાદિ સન્માગને નાશ કરતાં, દેવદ્રવ્ય હરણ કરતો જીવ દર્શન મોહનીય બાંધે. જિન તથા મુનિ, ચિત્ય, જિનબિંબ, સંઘ પ્રમુખની પ્રત્યનિકતા દર્શન મેહનીય બાંધે, સેળ કષાય તથા નવ કષાયમાં આસક્ત તથા વિષયી-લેપી આત્મા ચારિત્ર મોહનીય બાંધે છે.
આયુષ્યકર્મના બંધના હેતુઓ–(૧) જે મહારંભી હોય, પરિગ્રહમાં આસક્ત હય, રૌદ્રધ્યાનવાળ, મહા કષાયવંત જીવ નરકાયુ બાંધે છે. (૨) ગૂઢ હૃદયવાળે હય, મુખ હાય, ધૂર્ત હોય, શલ્યવાળો હોય તે જીવ તિર્યંચાયુ બાંધે છે. (૩) અ૫ કષાયવંત હોય, દાન દેવાની રુચિવાળો હોય, મધ્યમ ગુણવાળો એ જીવ મનુષ્યાય બાંધે છે. (૪) અવિ. રતિ સમ્યગદષ્ટિ ઈત્યાદિ દેવાયુ બાંધે. બાલ તપસ્વી અકામનિર્જરાવાળો સુમિત્રના ગે ધર્મની રુચિથી દેશવિરતિપણે સરાગ સંયમે દેવાયુ બાંધે છે.
સરળ હૃદયવાળ, ગારહિત, શુભ નામકર્મ બાંધે અગર તેથી વિપરીત અશુભ નામકર્મને બાંધે.
પારકાના ગુણને જેનાર, આઠ મદરહિત, અયયનાદિ ભણવામાં રુચિવાળ, અરિહંતાદિકનો ભક્ત ઉચત્ર બાંધે છે, તેથી વિપરીત ચાલનાર નીચત્ર બાંધે છે.
જિનપૂજામાં વિન્ન કરનાર, પૂજાને નિષેધ કરનાર, હિંસાદિક આશ્રવમાં તત્પર થકે અંતરાય કમને જીવ ઉપાર્જન કરે છે,